Not Set/ આજે વિશ્વ પર્યાવરણ દિવસ,રાજકોટ – જામનગર પાલિકાએ કર્યા આ બે મહત્વના નિર્ણય

આજે વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ અને જામનગર પ્રદુષણ મુક્ત બને અને હરિયાળી છવાઈ રહે એવા નિર્ણયો પાલિકા દ્વારા લેવાયા છે. પહેલા રાજકોટની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસનાં એક દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત શહેરને કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં […]

Top Stories Gujarat Rajkot

આજે વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ અને જામનગર પ્રદુષણ મુક્ત બને અને હરિયાળી છવાઈ રહે એવા નિર્ણયો પાલિકા દ્વારા લેવાયા છે.

પહેલા રાજકોટની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસનાં એક દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત શહેરને કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં સર્વે પ્રકારની પ્લાસ્ટિકની કોથળીઓ (કેરી બેગ), પ્લાસ્ટિલની ફૂલદાનીઓ, ખાણી-પીણીમાં વપરાતી પ્લાસ્ટિકની ડીશો, વાટકા, ચમચી, થર્મોકોલનાં કપ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, (200 એમ.એલ), પ્લાસ્ટિકનાં ઝંડા, પ્લાસ્ટિકનાં ફોલ્ડર્સ વગેરેનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કમિશ્નર બંધાનિધિ પાનીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકને કારણે શહેરનાં નાળાઓ ચોક થઇ જાય છે. ચોમાસાનાં સમયમાં વરસાદી પાણીનાં નિકાલમાં અડચણરૂપ થાય છે. કેમ કે, પ્લાસ્ટિકની વસ્તુઓ ગટરોમાં ભરાઇ રહે છે. વરસાદી પ્રવાહને રોકે છે.

જામનગરમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થશે. વિશ્વ પર્યાવરણ દિવસે જામનગરની વાત કરીએ તો અહીં પર્યાવરણપ્રેમીઓ દ્વારા 5 હજારથી વધુ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.  જામનગરની કુલ 7 લાખની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા ફક્ત 46 હજાર છે. મતલબ કે 15 લોકો સામે ફક્ત એક જ વૃક્ષ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરમાં 5 હજાર 700 વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે.મનપા દ્વારા આ માટે વિશેષ બજેટની પણ ફાળવણી પણ કરાઇ છે.