Surat/ આયેશા સુસાઈડ કેસ વચ્ચે સુરતમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, રિક્ષા ચાલકે આ રીતે બચાવ્યો જીવ

આયશા મકરાણી આપઘાત વચ્ચે સુરતમાં પણ એક મહિલા પતિનાં ત્રાસથી કંટાળી આપઘાત કરવા દોડી ગઈ હતી.

Top Stories Gujarat Surat
A 74 આયેશા સુસાઈડ કેસ વચ્ચે સુરતમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, રિક્ષા ચાલકે આ રીતે બચાવ્યો જીવ

અમદાવાદનો ખુબ જ ચર્ચિત આયેશા સુસાઈડ કેસને લઈને ઘરેલુ હિંસાનો શિકાર બનતી મહિલાઓ પ્રત્યે લોકોમાં ખુબ જ સંવેદના જાગી છે. દુઃખી જીવનમાં જ્યારે સુખની કોઈ જ આશા ન દેખાય ત્યારે આપઘાત જેવું અંતિમપગલું ભરી લેવા દોડી જતી મહિલાઓનાં ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આયેશા મકરાણી આપઘાત વચ્ચે સુરતમાં પણ એક મહિલા પતિનાં ત્રાસથી કંટાળી આપઘાત કરવા દોડી ગઈ હતી.

આપને જણાવી દઈએ કે, આયેશાની જેમ જ સુરતના ચોક વિસ્તારમાં રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળીને ચોકબજાર સ્થિત હોપ પૂલ પરથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. આ દરમિયાન રડતી રડતી જતી મહિલાને જોઈને રિક્ષા ચાલકને આયશાની ઘટના યાદ આવી જતા તેણે તાપીમાં મહિલા તાપીમાં ઝંપલાવે તે પહેલા જ હાથ પકડીને બચાવી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી. રાહદારીઓએ રડતી મહિલાને દિલાસો આપવાની પણ કોશિષ કરી હતી. આપઘાત કરતાં બચાવ્યા બાદ મહિલાએ રડતા રડતા પોતાની આપવીતી સંભળાવી હતી.

આ પણ વાંચો : રંગીલા રાજકોટમાં મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી ઉતારી દીધો મોતને ઘાટ

મહિલાને બચાવનાર રિક્ષા ચાલક તોસિફે જણાવ્યું હતું કે, હું રિક્ષા લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન આ મહિલા રડતી રડતી જઈ રહી હતી. મહિલાને રડતા જોઈને મનમાં કઈક અજુગતુ લાગ્યું. મને અમદાવાદની આયશા યાદ આવી ગઈ, એટલે રિક્ષા ઉભી રાખીને હું હોપ પૂલ પર ગયો અને મહિલા કંઈ અનિચ્છનિય પગલું ભરે તે અગાઉ મે તેનો હાથ પકડી લીધો હતો. બાદમાં મહિલા ખૂબ રડી હતી. પતિના ત્રાસથી મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી.

પોલીસ જાણ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ હોપ પૂલ પર પહોંચી ગઈ હતી. ત્યાં આવેલા પોલીસકર્મીએ પીડિત મહિલાને આશ્વાસન આપ્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, જો મહિલા ફરિયાદ આપવા માંગશે તો ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે મહિલાને ન્યાય અપાવીશું. મહિલાને અગાઉ પતિએ પોલીસની ધમકી આપી હતી. જેથી પોલીસે મહિલાને કહ્યું કે, પતિ કંઈ પણ કહે અમે તેમારી સાથે છીએ ફરિયાદના આધારે કાર્યવાહી પણ કરીશું. જો કે, મહિલા લગભગ એકાદ કલાકથી વધુ ત્યાં બેસીને રડતી રહી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજા વિકલ્પને જાકારો તો AAP ની શા માટે એન્ટ્રી?