અમદાવાદનાં રાણીપમાં એક વકીલ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેમાં ઘરેલું હિંસાના મામલામાં યુવતી માટે કેસ લડતા વકીલે જ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ.તેમજ યુવતીનાં અશ્લીલ વિડિઓ અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર શારીરિક શોષણ કર્યું.. અંતે કંટાળીને યુવતીએ વકીલ વિરુદ્ધ ગુનો નોંધતા પોલીસે ધરપકડ કરી છે.
વ્યવસાયે વકીલ એવા 53 વર્ષના પ્રભાત ડોકટર નામના શખ્સે 24 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદ બાદ પોલીસે વકીલની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે કાલુપુરમાં રહેતી 24 વર્ષીય યુવતીના વર્ષ 2017 માં નડિયાદમાં લગ્ન થયા.પરંતુ શ્યામવર્ણના કારણે તેનો પતિ સતત હેરાન કરતો હતો. અને એક વર્ષ બાદ ઘરની બહાર કાઢી મૂકી.. જેથી યુવતીએ પતિ વિરુદ્ધ છુટાછેડા અને ભરણ પોષણને લઈને ફેમિલી કોર્ટમાં કેસ કર્યો.
આ કેસને લઈને 2019માં વકીલ પ્રભાતના યુવતી સંપર્કમાં આવી હતી. વકીલે યુવતીને કેસના કાગળના બહાને ઘરે બોલાવીની દુષ્કર્મ આચર્યુ. અને તેના અશ્લીલ ફોટો અને વિડિયો પણ લઈ લીધા, ત્યાર બાદ યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને સતત શારીરિક શોષણ કરતો હતોઅંતે કંટાળીને યુવતીએ વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
વકીલ પ્રભાત 53 વર્ષનો છે.જ્યારે યુવતી 24 વર્ષની છે. પોતાના કરતા 20 વર્ષ નાની યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો.પરંતુ સફળતા નહિ મળતા તે કેસના રૂ. 25 હજારના કાગળના નામે ઘરે લઈ ગયો. ઘરે ગયા બાદ જ્યોતિષ અને ગ્રહોની વાતો કરીને યુવતીને પ્રસાદ ખવડાવ્યો અને બળજબરીથી દુષ્કર્મ કરીને ફોટો વીડિયો બનાવી લીધા. આ યુવતીએ વકીલથી પીછો છોડાવા ફોન બંધ કરી દેતા તેના ઘરમાં આવીને પિતા ભાઈને મારવાની ધમકી આપતો હતો. જેને લઈને યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે એક યુવતી પતિ અને સાસરિયાના ત્રાસ થી કંટાળીને ન્યાય મેળવવા કોર્ટમાં આવી.. અને કોર્ટમાં તે હેવાન વકીલનો શિકાર બની.આ ઘટનાને લઇને રાણીપ પોલીસ યુવતીનું મેડિકલ કરાવ્યું. જ્યારે આરોપીના કોરોના ટેસ્ટ કરાવીને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
