Not Set/ ફાર્મહાઉસમાં યુવક અને યુવતી ઉજવી રહ્યા હતા -રેવ પાર્ટી, અને અચાનક….

નડિયાદ શહેરના રિંગ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે  8 યુવકો અને 7 યુવતીઓ દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી માટે ખાસ આમદવાદથી યુવતીને નડિયાદ ફાર્મ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી. પોલીસ ને ખાનગી સૂત્રો દ્વારા આ પરતીની માહિતી મળી હતીજેના આધારે આ ફાર્મ હાઉસ પર રેડ પાડવામાં આવી હતી. ત્યથી પોલીસે […]

Top Stories Gujarat Others

નડિયાદ શહેરના રિંગ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે  8 યુવકો અને 7 યુવતીઓ દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી માટે ખાસ આમદવાદથી યુવતીને નડિયાદ ફાર્મ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી.

પોલીસ ને ખાનગી સૂત્રો દ્વારા આ પરતીની માહિતી મળી હતીજેના આધારે આ ફાર્મ હાઉસ પર રેડ પાડવામાં આવી હતી. ત્યથી પોલીસે   રેવ પાર્ટી કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે. જેમાં નડીયાદ નગર પાલિકાના પુર્વ પ્રમુખ છાયાબેન પટેલના પતિ  કલ્પેશ ઉર્ફે પીન્ટુ ભાઇ પટેલ સહીત 8 યુવકો અને 7 યુવતીઓ આ રેવ પાર્ટીમાં ઝડપાયા હતા. આ રેડ દરમિયાન પોલીસે  11 બોટલ  દારૂ અને બે મોટા સ્પીકર પણ મળી આવ્યા હતા.

આ ઘટના માં પોલીસે , કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ (રહે.સીવીલ રોડ નડિયાદ), (ફાર્મ હાઉસ માલીક), ચિંતન મહેન્દ્વ પટેલ (રહે. જલસાગર ફલેટ નડિયાદ), હેમંત પ્રફુલ્લ દરજી (રહે.ડુમરાલ નડિયાદ), હરેશ માનસિંહ ચૌહાણ (રહે.દેવદત સોસાયટી નડિયાદ), પ્રિયેશ જગદીશ પટેલ (રહે. પીજ ભાગોળ નડિયાદ), આનંદ પ્રફુલ્લ પટેલ (રહે. ડુમરાલ,), દિપક ત્રિવેણી પ્રસાદ મિશ્રા (રહે.હાથીજણ અમદાવાદ), મોહમદ કાશીક મોહમદ અલી રાજપુત (રહે.બાપુનગર અમદાવાદ)ની પોલીસે ધરપકડ કરી હતી. જયારે પોલીસે મહિલાઓમાં મનહરબા ઉર્ફૈ પિન્કી નટવરસિંહ ડોડીયા (રહે.વસ્ત્રાલ અમદાવાદ), ડિમ્પલ કિશોર કહાર (રહે. રખીયાલ), કાજલ વશરામ પ્રજાપતી (રહે.નરોડા અમદાવાદ), ગુલનાઝ હુસેન શેખ (રહે.રામોલ ગૌશાળા તલાવડી છાપરા), દીપીકા સંજય ત્રિપાઠી (રહે. સુરત ડીંડોલી ફાટકની બાજુમાં),રમીલા ઉર્ફે રેખા મનુ રાવળ (રહે. ચાંદરણી, સમી પાટણ) અને નૂતન ઉર્ફે નીકીતા બીપીન પરમાર (રહે. વાડજઅમદાવાદ)ની ધરપકડ કરી છે. પોલીસે 11 દારૂની બોટલ, ગ્લાસ, 11 મોબાઈલ, લેપટોપ, સ્પીકર, બાઈક અને ગાડી સહિતનો આશરે 3 લાખ ઉપર નો મુદામાલ કબ્જે કર્યો હતો. યુવતીઓ સાથે દારૂની મહેફિલ માણી રહેલા   નબીરાઓને ઝડપી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.