ભારે વરસાદ/ ઉનાના ગીર પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ

આજે બપોર બાદ ગીર જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી જતાં નદી નાળા માંથી લાંબા સમય બાદ પાણી વહેવા લાગ્યા હતા

Gujarat
ગીર

લાંબા વિરામ બાદ ગીર માં વરસાદનું આગમન થતા ધરતિપુત્રો હરખાયા, ચિખલકુબા, જશાધાર, વડલી, નિતલી 2 ઇંચ..
ઊના – ઉના ગીરગઢડા પંથકમાં વરૂણદેવ રૂઠ્યા હોય તેમ વાવાઝોડાની થપાટ બાદ વરસાદ ન વરસતા ધરતિપુત્રો ચિંતિત જોવા મળતા હતા. ત્યારે આજે બપોર બાદ ગીર જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી જતાં નદી નાળા માંથી લાંબા સમય બાદ પાણી વહેવા લાગ્યા હતા. અને વાવણી બાદ ઉભા પાકને વરસાદેનીર મળતા ધરતિપુત્રો પણ હરખાયા હતા.
તાઉતે વાવાઝોડાની કારમી થપાટ વરસાદ ખેચાતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો જોવા મળતા હતા. જ્યારે ગગનમાં વાદળો ધેરાતા હોય પણ વરસાદ ન વરસતા વાવણી બાદ પાકની ચિંતા ખેડૂતોને સતાવતી હતી. ત્યારે આજે બપોર બાદ ગીરપંથકના ધોકડવા, જશાધાર, નિતલી, વડલી, ચિખલકુબા તેમજ મધ્યગીર જંગલમાં આવેલ તુલસીશ્યામમાં ધોધમાર એક કલાકમાં બે ઇંચ વરસાદ આ ઉપરાંત બેડીયા, સોનારીયામાં એક ઇંચ વરસી જતાં આ વિસ્તાર પાણીમય બની ગયેલ અને ધોધમાર વરસાદથી ખેતરો માંથી પાણી બહાર નિકળી ગયા હતા. અને ધણા દિવસો બાદ નદી નાળાઓ માંથી પાણી વહેવા લાગ્યા હતા.

નઆ સીવાય જંગલ વિસ્તારમાં આવેલ રાવલડેમ પર પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે.ગીરજંગલમાં એક કલામાં બે ઇંચ વરસાદ પડી જતાં જંગલ નજીક નિતલી ગામે આવેલ નાળીયા માં ધોડાપુર આવતા બન્ને કાંઠે પાણી વહેવા લાગ્યા હતા. ગીરજંગલમાં આવેલ રાવલ ડેમ ઉપર પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં રાવલ ડેમમાં પાણીની આવક થઇ હતી.

દરોડા / રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરાના દરોડા