National News/ વેનેઝુએલા, 500% ટેરિફ..4 દિવસમાં ₹10 લાખ કરોડનું નુકસાન

ટ્રમ્પનો 500% ટેરિફ (Tariff) નો સંકેત,રશિયા પર કડક પ્રતિબંધો લાદવા માટેના બિલને સમર્થન આપ્યું

India Top Stories
Tariff

National News : ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 780 પોઈન્ટ ઘટીને 84,180.96 પર બંધ થયો, જ્યારે નિફ્ટી-50 264 પોઈન્ટ ઘટીને 25,876.85 પર પહોંચ્યો. સતત ચોથા દિવસે બજારમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

છેલ્લા ચાર દિવસમાં શેરબજારના કુલ મૂડીકરણમાં મોટો ઘટાડો થયો છે. BSE પર સૂચિબદ્ધ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ₹9.90 લાખ કરોડથી વધુ ઘટીને આશરે ₹472 લાખ કરોડ થયું છે. એટલે કે માત્ર ચાર દિવસમાં રોકાણકારોને લગભગ ₹10 લાખ કરોડનું નુકસાન થયું છે. આ સમયગાળામાં સેન્સેક્સ પણ કુલ 1,580 પોઈન્ટ તૂટ્યો છે.

શેરબજાર ઘટવાના 5 મુખ્ય કારણો

ટ્રમ્પનો 500% ટેરિફ (Tariff) નો સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા માટેના બિલને સમર્થન આપ્યું છે. આ બિલ હેઠળ રશિયન આયાત પર 500%થી વધુ ટેરિફ (Tariff) લાદવાની જોગવાઈ છે. ટ્રમ્પ આ બિલનો ઉપયોગ ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ટેરિફ (Tariff) દબાણ બનાવવા માટે કરી રહ્યા છે, જે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા છે. બિલ હજી પસાર થયું નથી, પરંતુ આગામી અઠવાડિયે મતદાન થઈ શકે છે તેવી શક્યતા છે.

 લાર્જ-કેપ શેરોમાં ભારે વેચવાલી

બજારના દિગ્ગજ શેરોમાં વેચાણનો દબાણ યથાવત રહ્યો. HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ગુરુવારે લગભગ 1%નો ઘટાડો થયો. આ સપ્તાહની શરૂઆતમાં આ બંને શેરોમાં કુલ 4% સુધીનો ઘટાડો નોંધાયો હતો. મેટલ ઇન્ડેક્સ 1.9% અને IT ઇન્ડેક્સ 1% ઘટ્યો.

 વેનેઝુએલામાં રાજકીય ઉથલપાથલ

ટ્રમ્પના ટેરિફ (Tariff) દબાણ અને  વેનેઝુએલામાં ચાલી રહેલી અચાનક રાજકીય ઉથલપાથલને કારણે વૈશ્વિક કોમોડિટી બજારોમાં અનિશ્ચિતતા વધી છે. ખાસ કરીને વેનેઝુએલાના વિશાળ પેટ્રોલિયમ ભંડારોને લઈને ચિંતા ઊભી થઈ છે, જેની અસર વૈશ્વિક તેલના ભાવો અને ભારતીય શેરબજાર પર પણ પડી છે.

 વૈશ્વિક બજારોમાં નબળાઈ

એશિયન શેરબજારો ગુરુવારે મોટા ભાગે લાલ નિશાનમાં રહ્યા. MSCI એશિયા-પેસિફિક (જાપાન સિવાય) સૂચકાંક 0.6% ઘટ્યો, જાપાનનો નિક્કી 1.2% અને ચીનનો CSI300 સૂચકાંક 0.8% તૂટ્યો. અમેરિકન નાસ્ડેક ફ્યુચર્સમાં પણ 0.35%નો ઘટાડો નોંધાયો.

 આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા

સ્થાનિક આર્થિક વૃદ્ધિને લઈને પણ ચિંતાઓ વધી રહી છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) અનુસાર FY26માં ભારતનો GDP વૃદ્ધિ દર 7.4% રહેવાનો અંદાજ છે. જોકે, ICRAનું માનવું છે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિ ધીમી પડી શકે છે. FY26ના પહેલા અર્ધમાં 8%ની સામે બીજા અર્ધમાં વૃદ્ધિ દર 6.9% સુધી ઘટી શકે છે.

ભૂરાજકીય તણાવ, વેપાર અનિશ્ચિતતા અને સ્થાનિક માંગમાં નરમાઈને કારણે રોકાણકારો હાલ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.


 

ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકા કેટલી કમાણી કરી રહ્યું છે? ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો

ભારત પર 50% ટેરિફ મુદ્દે ટ્રમ્પ સરકાર સામે અમેરિકી સાંસદોનો વિરોધ

ભારતીય ચોખા પર ટેરિફની ટ્રમ્પની ચીમકી