Business News/ ટેરિફ પછી ભારત-અમેરિકા પ્રથમ કરાર: ભારત અમેરિકાથી LPG આયાત કરશે

વિશ્વમાં ત્રીજા નંબરે ક્રૂડ ઓઇલ ખરીનાર ભારત છે. ભારત ક્રૂડ ઓઇલની જરૂરિયાતમાં આશરે 88% અન્ય દેશો માંથી આયાત કરવામાં આવે છે.

Trending Business

Business News: ભારત પર અમેરિકન ટેરિફની ચર્ચા વચ્ચે ભારત અને અમેરિકાએ પહેલો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અમેરિકા પાસેથી લગભગ 2.2 મિલિયન ટન LPG આયાત કરશે. આ ભારતના એન્યુલ જરૂરિયાતના 10% નો ભાગ ધરાવે છે. આ કરાર માત્ર એક વર્ષ એટલેકે 2026 માટે જ છે.

આ ડીલ ભારતની સરકારી ઓઇલ કંપનીઓ જેવી કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Limited)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) દ્વારા અમેરિકન ઊર્જા (Energy) સપ્લાયર્સ – શેવરોન, ફિલિપ્સ 66 અને ટોટલ એનર્જી ટ્રેડિંગ સાથે કરવામાં આવ્યો હતો.

વિશ્વમાં ભારત LPGનો બીજો ખરીદદાર છે. અત્યારે, ભારત LPGની જરૂરિયાત 50%થી વધુ ખરીદવામાં આવે છે. જેમાં વધુ પડતો પુરવઠો પશ્ચિમ એશિયાની માર્કેટમાંથી આવે છે.

ભારતની ઉર્જા (Energy) સુરક્ષા પ્રબળ બનશે

આ ડીલમાં ભારતની ઉર્જા (Energy)સુરક્ષા પ્રબળ બનાવવામાં આવશે

ભારતની પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતા ઘટશે જેનાથી સપ્લાઇ ચેન સ્થિર થશે
ગ્લોબલ બદલાતા ભાવોની અસર ઓછી થશે
જેનાથી US સાથે ટ્રેડ સ્થિર કરવામાં મદદ મળશે

ગેસ સિલિન્ડરના ભાવમાં પણ લાભ મળશે

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ ડીલને ઐતિહાસિક ગણાવ્યો. તેણે કહ્યું, “વિશ્વના સૌથી ઝડપથી વિકસતા LPG બજારોમાંનું એક હવે અમેરિકાના પુરવઠા માટે ખુલ્લું છે.”

ભારતના લોકોને સલામત અને સસ્તું LPG પૂરું પાડવાના અમારા પ્રયાસોમાં, અમે અમારા સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છીએ. આ સોદો તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

USમાંથી મોટા પ્રમાણમાં સોર્સિંગ એ નવી દિલ્હીની પરંપરાગત સપ્લાયર્સ પર નિર્ભરતા ઘટાડવા, પુરવઠા સ્થિરતા વધારવા અને વૈશ્વિક ભાવમાં તીવ્ર વધઘટ સામે રક્ષણ આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

પુરીએ સમજાવ્યું કે ગયા વર્ષે વૈશ્વિક LPG ભાવમાં 60% થી વધુનો વધારો થયો હોવા છતાં, સરકારે લાભાર્થીઓ પાસેથી પ્રતિ સિલિન્ડર માત્ર ₹500-550 વસૂલ્યા હતા, જ્યારે વાસ્તવિક કિંમત ₹1,100 સુધી પહોંચી હતી. સરકારે બાકીનો બોજ ઉઠાવ્યો અને ગ્રાહકોને વધતી કિંમતોથી બચાવવા માટે ₹40,000 કરોડથી વધુ ખર્ચ કર્યા.

મંત્રીએ US સોદાને ભારતીય ઘરો માટે “સુરક્ષિત, સસ્તું અને વિશ્વસનીય LPG પુરવઠો” સુનિશ્ચિત કરવા તરફનું બીજું પગલું ગણાવ્યું.

શું ગેસ સિલિન્ડરના ભાવ ઘટી શકે છે?

આ સોદો સિલિન્ડરના ભાવ ઘટાડવાનું સીધું વચન આપતો નથી. આ સોદો સિલિન્ડરના ભાવમાં સીધું ઘટાડો કરશે તેવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, તે પુરવઠાને સ્થિર અને વૈવિધ્યસભર બનાવીને પરોક્ષ લાભો પૂરા પાડી શકે છે.

આ લાંબા ગાળાનો સોદો ભારતને વૈશ્વિક ભાવમાં વધઘટથી બચાવવામાં મદદ કરશે. આ 2026 માં 2.2 મિલિયન ટન LPG (ભારતની જરૂરિયાતોના 10%) નો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરશે, જેનાથી ઉર્જા (Energy) સુરક્ષા વધશે. ગ્રાહકોને સ્થિર આયાતનો લાભ મળશે.

અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો

ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદી માટે ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે. આમાં 25% પારસ્પરિક કર અને રશિયન તેલ ખરીદવા પર 25% દંડનો સમાવેશ થાય છે. વધુમાં, ભારતનો US સાથે વેપાર સરપ્લસ છે. હવે, ઉર્જા  (Energy)ખરીદી વધારીને વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:LPG સિલિન્ડર વધુ સસ્તો થયો, તેલ કંપનીઓએ ભાવ ઘટાડ્યા, જાણો શું છે નવો દર

આ પણ વાંચો:કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો! આજથી કિંમતોમાં થયો ફેરફાર

આ પણ વાંચો:આધાર, LPG થી UPI સુધી… આ 8 મોટા નિયમો આવતીકાલથી બદલાશે,જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે