Mehsana News:મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં એપ્રિલ 2024થી નવેમ્બર 2025 સુધીમાં ₹8.37 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા એક મ્યુલ એકાઉન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ એકાઉન્ટનો ઉપયોગ દેશભરના સાત રાજ્યોમાં થયેલા સાયબર ગુનાઓમાંથી મળેલી રકમ જમા કરવા માટે કરવામાં આવતો હતો.
ફ્રોડ આચરવા રજિસ્ટ્રેશન અને શોપ એસ્ટાબલીસમેન્ટ સર્ટી મેળવ્યા
બંધન બેંકમાં (Banck) એક ખાતું ખોલવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંધન બેંક ખાતું “હિતેશ ટ્રેડર્સ” નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, ફ્રોડની રકમ, 1.11 લાખ કેસ ચેકથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યું હતું અને પછી ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કૌભાંડમાં (Scandal) સામેલ બે આરોપીઓ, હિતેશ રાવળ અને પીયૂષ પટેલ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે.
રજિસ્ટ્રેશન આધારે ખાનગી બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ બેંક ખાતું ખોલવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં (Documents) કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ અને દુકાન અને સ્થાપના નોંધણીના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે ‘હિતેશ ટ્રેડર્સ’ દ્વારા આપવામાં આવેલા સરનામાની ચકાસણી કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં નથી.હિતેશ રાવળ અને પીયૂષ પટેલ નામના લોકો સામે ગુનો નોંધાયો છે.
ઊંઝાના 2 લોકોએ મ્યુચલ બેન્ક એકાઉન્ટ ખોલાવી અપનાવ્યો કીમિયો
આ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ ફક્ત ગુજરાત સુધી મર્યાદિત નહોતી. બેંગલુરુ, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ ફરિયાદો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર દાખલ કરવામાં આવી છે.મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 317(4), 318(4), અને 61 હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સબ-ઇન્સ્પેક્ટર નારાયણસિંહ ઈશ્વરસિંહ ચાવડાને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:મહેસાણામાં સાયબર ફ્રોડના નાંણા વિડ્રો કરી સગેવગે કરતા 8 આરોપી ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાતમાં સાયબર ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી… પીડિતોને 5.51 કરોડ રૂપિયા પરત

