Ahmedabad News : સાયબર છેતરપિંડીને લગતી માહિતીના મામલામાં CID ક્રાઈમ દ્વારા RTIમાંથી મળેલી મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગ દ્વારા રાજ્ય સરકારને ભલાણમ કરવામાં આવી છે. જેને પગલે RTI કરી સાયબર ફ્રોડ કેસની માહિતી મેળવી શકાશે. આ બાબતે કહેવામાં આવ્યું છે કે, ગુપ્તતાના અંચળા હેઠળ સાઇબર ફ્રોડના ભોગ બનનારને માહિતી નકારવી યોગ્ય નથી.માહિતી આયોગના આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના સાઇબર ક્રાઇમના ભોગ બનેલ સેંકડો નાગરિકોને રાહત મળી છે, કે તેઓ હવે તેમની ફરિયાદ પર થયેલ કાર્યવાહી જાણી શકશે.
ગૃહ વિભાગના નોટિફિકેશનના આધારે 25/10/2005થી CID (ક્રાઇમ) ને RTIમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગાંધીનગર જીલ્લાના રહેવાસી રાકેશકુમાર પ્રજાપતિ સાથે 4.5 લાખ રૂપિયાનું સાઇબર ફ્રોડ થયેલ હતો. તે અંગે એમને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે FIRની નકલ અને ફરિયાદ અંગે થયેલ તમામ પત્રવ્યવહારની નકલ RTI હેઠળ માંગી હતી. CID ક્રાઈમ દ્વારા “માહિતી અધિકાર કાયદાથી મુક્તિ મળેલ છે તેવું કારણ બતાવી માહિતી નકરવામાં આવી હતી. જેને પડકારતાં અરજદારે રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસની સુનાવણી બાદ એક મહત્વપૂર્ણ ચુકાદામાં રાજ્ય માહિતી કમિશ્નર નિખિલ ભટ્ટ દ્વારા CID ક્રાઇમને મળેલ RTIની કલમ 24 હેઠળની મુક્તિને “સાઇબર ફ્રોડ” પૂરતી પાછી ખેંચીને નવેસરથી જાહેરનામું બહાર પાડવા રાજ્ય સરકારને ભલામણ કરેલ છે.
આ ચુકાદામાં કમિશ્નર નિખિલ ભટ્ટે નિરીક્ષણ કર્યું છે, કે “સીઆઇડી ક્રાઇમ મોટા ભાગે ગુનાની તપાસ કરતું હોય છે, અને અંત્યંત સંવેદનશીલ ગુનાઓ હોય છે, તેથી CID (crime), તેથી ગુનાની તપસ સંદર્ભે માહિતી ગુપ્ત રાખવા માટે કલામ 24 હેઠળ RTI કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જ્યારે રોજબરોજ હજારો નાગરીકો સાઇબર ફ્રોડના ભોગ બનતા હોય છે. ત્યારે કોઈ પણ નાગરિક તેમના દ્વારા CID ક્રાઇમ ખાતે આવેલ સાઇબર સેલના ટેલિફોન નંબર ઉપર કર્યા બાદ તેને નાણાં ક્યારે પાછા મળશે, તેને કરેલ ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ તે જાણવા માટે ઉત્સુક હોય છે.
આ માહિતી પોલીસ સ્ટેશનની મળી શકતી નથી. અને સાઇબર સેલ CID ક્રાઇમ ખાતે આવેલું હોવાથી ત્યાંથી પણ માહિતી મળતી નથી. RTI હેઠળ તેમની ફરિયાદના અનુસંધાને શું તપાસ થઈ? તે જાણવાનો ભારતીય નાગરિકોને અધિકાર છે.” કમિશ્નરે વધુમાં કહ્યું છે કે, CID ક્રાઈમને મળેલ મુક્તિનો ગેરલાભ લઈને નાગરિકોને તેમની ફરિયાદ સંદર્ભે થયેલ કાર્યવાહીની માહિતી મળી શકતી નથી તે યોગ્ય નથી. ગુપ્તતાના અંચળા હેઠળ આ અગત્યની માહિતી નકારવા સાથે આયોગ સહમત નથી.”
માહિતી અધિકાર કાયદાના અમલ માટે રાજ્ય માહિતી આયોગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કાયદાના સૂચારું અમલ માટે અને નાગરિકોને પ્રત્યે પારદર્શિતા અને જવાબદેહિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી અને મહત્વની ભલામણો કરવાની સત્તા રાજ્ય માહિતી આયોગને RTI કાયદાની કલમ 25(3) (જ) હેઠળ મળેલ છે. આ સત્તાની રૂએ ઉપરોક્ત ચુકાદામાં આયોગે રાજ્ય સરકારને ભલામણ કરી છે કે, – ગૃહ વિભાગના નોટિફિકેશનથી તા. 25/10/2005 થી સી આઈ ડી ક્રમ ને આપવામાં આવેલ મુક્તિ પૈકી જ્યાં સુધી સાઇબર ફ્રોડની ફરિયાદોનો સંબંધ છે તેટલા પૂરતી માહિતી નહીં આપવા માટે મળેલ મુક્તિને પાછી ખેંચવામાં આવે. ઉપરાંત LCB અને ક્રાઇમ બ્રાંચોને પણ જ્યાં સુધી સાઇબર ફ્રોડની ફરિયાદોને સંબંધિત માહિતી નહીં આપવા માટેની મળેલ મુક્તિ પાછી ખેંચી યોગ્ય સુધારો કરવામાં આવે.
ઉપરોક્ત ભલામણો ઉપરાંત આયોગે હુકમ કરેલ છે, કે સુધારેલું જાહેરનામું બહાર પડ્યા બાદ 5 દિવસની અંદર અરજદારને વિનામુલ્યે આરપીએડીથી માહિતી આપવાનો હુકમ કરેલ છે. માહિતી અધિકાર ગુજરાત પહેલ આ ચુકાદાને આવકારે છે. ગુજરાતમાં દિવસે અને દિવસે સાઇબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે માહિતી આયોગના આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના સાઇબર ક્રાઇમના ભોગ બનેલ સેંકડો નાગરિકોને રાહત મળી છે, કે તેઓ હવે તેમની ફરિયાદ પર થયેલ કાર્યવાહી જાણી શકશે.
આ પણ વાંચો:વડગામની છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો:પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
