Banaskantha News/ વડગામની છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા નોટિસ ફટકારાઈ

DDOની કારણદર્શક નોટિસને પગલે છાપી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

Top Stories Gujarat Breaking News

Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)નાં વડગામ (Vadgam)ની છાપી ગ્રામ પંચાયત (Gram Panchayat)માં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા જીલ્લા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી છે. સરપંચ નીતા ચૌધરીને 22 જાન્યુઆરી, 2025એ નોટિસ ફટકાર્યા બાદ તપાસ સમિતિએ અહેવાલ રજુ કર્યો હતો. સરપંચને 25 મેએ હાજર રહી લેખિતમાં ખુલાસો કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં છાપી ગ્રામ પંચાયત (Gram Panchayat)માં મહિલા સરપંચે ગેર વહીવટ આચરતા DDOએ નોટિસ ફટકારી છે. નાણાકીય ગેર વહીવટ અને સત્તાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. સરપંચ નીતા ચૌધરીને ગત 22 જાન્યુઆરીએ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તપાસ સમિતિએ તપાસનો અહેવાલ રજૂ કર્યો હતો. સરપંચને 25 મે એ હાજર રહી લેખિતમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. DDOની કારણદર્શક નોટિસને પગલે છાપી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામ (Vadgam) તાલુકાના છાપી ગામના મહિલા સરપંચના પતિ અને સહાયકને ACBએ છટકું ગોઠવી ફસાવ્યા હતા. છાપી GIDCમાં પ્લોટ અંગે હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટ પાછી ખેંચવા અને પ્લોટ પરત કરવા માટે સરપંચના પતિએ 35 લાખ રૂપિયાની લાંચ નક્કી કરી હતી. જેમાંથી 15 લાખ રૂપિયા પહેલા હપ્તામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું ACBને ફરિયાદ કરવામાં આવી હતી.

છાપી ગ્રામ પંચાયત (Gram Panchayat)ના સરપંચ નીતા ચૌધરી વતી તમામ વહીવટ અને કામગીરી તેમના પતિ મુકેશ ચૌધરી સંભાળતા હતા જેથી આ કામ માટે રૂપિયા 50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જોકે, વાતચીતના અંતે 35 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 લાખ રૂપિયાનો પહેલો હપ્તો છાપી સ્થિત સુકુન વિલા સ્થિત બિલ્ડરની ઓફિસમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદીએ આ પૈસા આપવા માંગતા ન હતા અને ACBને જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ ACBએ છટકું ગોઠવી મુકેશ ચૌધરી અને ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા પનવીન ઠાકોરને ઝડપી પાડ્યા હતા. મહિલાઓની 50 ટકા ભાગીદારી આપવા છતાં મહિલાઓને વહીવટથી દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પતિની દરમિયાનગીરી?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ

આ પણ વાંચો:રાજકોટ : લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલામાં મહિલા સરપંચ સસ્પેન્ડ

આ પણ વાંચો:ધોળકાનાં કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ