state election commission/ ચૂંટણી માટે હવે એકરારનામુ જ માન્ય, રાજ્ય ચૂંટણી પંચનો આદેશ

રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્ર ભરતી વખતે સોગંદનામાને બદલે ફક્ત કબૂલાતનામુ (એકરારનામુ)નો આદેશ આપ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગ્રામ પંચાયત ચૂંટણી (Gram Panchayat Election) માટે રાજ્ય ચૂંટણી પંચ (State Election Commisssion) દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં કાયદા અને બંધારણની જોગવાઈ મુજબ ન હોવાથી ગુજરાત કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને જાણ કરતા ચૂંટણી પંચે અધિકારીઓ, કલેક્ટરોને ફક્ત એકરારનામુ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે ગુજરાત કોંગ્રેસની માગ સ્વીકારી, ઉમેદવારી ફોર્મમાં સોગંદનામાને બદલે એકરારનામું માન્ય 2 - image

રાજ્ય ચૂંટણી પંચ સાથેની બેઠકમાં ગુજરાત કોંગ્રેસે કાયદાકીય જોગવાઈઓના અભાવે સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો પાસેથી માંગવામાં આવતી વિવિધ બાબતો, સોગંદનામા અને પ્રમાણપત્રો અંગે ગુજરાતભરમાંથી મળેલી ફરિયાદો અંગે એક અરજી રજૂ કરી હતી જેમાં કાયદા અને બંધારણના ઉલ્લંઘન અંગે રજૂઆત પણ કરી હતી.

ચૂંટણી પંચે ગુજરાત કોંગ્રેસની માગ સ્વીકારી, ઉમેદવારી ફોર્મમાં સોગંદનામાને બદલે એકરારનામું માન્ય 3 - image

રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્ર ભરતી વખતે સોગંદનામાને બદલે ફક્ત કબૂલાતનામુ (એકરારનામું)નો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે પ્રાંત અથવા મામલતદાર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે અથવા કોઈપણ ચૂંટણી અધિકારી જેમને તેમણે સત્તા સોંપી છે તેમના દ્વારા ઉમેદવાર પાસેથી સોગંદનામું માંગવામાં આવે તો તાત્કાલિક અસરથી આવા અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો પણ આદેશ આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડગામની છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો:પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી