Navsari News: નવસારી (Navsari)માં વિદેશ જવાની લ્હાય દંપતીને મોંઘી પડી છે. અમદાવાદ (Ahmedabad)નાં કબૂતરબાજે દંપતીને વિદેશ જવાની લાલચ આપી રૂપિયા 30 લાખ પડાવ્યા છે. નવસારી શહેર પોલીસે (Navsari Police) ઠગ વિરાજ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે.
આજકાલ લોકોમાં કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જવાનો ક્રેઝ વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં વિદેશ જનારાઓમાં યુવાનોની સંખ્યા વધુ જોવા મળી છે. લોકોની દેખાદેખીએ અન્ય યુવાનો પણ ગમે તે ભોગે વિદેશ જવા પ્રયાસ કરે છે અને કેટલીક વખત છેતરપિંડીનો ભોગ બને છે.
નવસારીમાં વિદેશ જવાની ઘેલછાની દંપતીને મોટી કિંમત ચુકવવી પડી છે. વિદેશ જવાની લ્હાયમાં નવસારીના દંપતીને અમદાવાદનાં ઠગે ચૂનો લગાવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા 30 લાખ પડાવ્યા છે. અમદાવાદના ઠગ વિરાજ પટેલે દંપતીનો ખેલ પાડ્યો હતો. મણિનગરમાં રિકવીર ઓવરસીઝના નામે ઠગ એજન્સી ચલાવતો હતો. દંપતીએ ઠગ પાસે રૂપિયાની માંગણી કરતા અપશબ્દો બોલ્યા હતા. આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા કાર્યવાહી કરવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસે ઠગને અમદાવાદથી ઉઠાવ્યો હતો, ઠગ વિરાજ પટેલની અમદાવાદથી વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, તેમજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પહેલા અમદાવાદના રાણીપમાં કબૂતરબાજ એજન્ટે (Visa Agent) મહેસાણાના યુવક સાથે વિદેશ જવા બાબતે છેતરપિંડી કરી હતી. કબૂતરબાજ એજન્ટએ વિદેશ વાંચ્છુકને છેતર્યો. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા દર્શન નામના એજન્ટે મહેસાણાના યુવકેને કેનેડા મોકલવાનું કહી 16.92 લાખ પડાવ્યા. એજન્ટ યુવકને વર્ષ 2019થી એજન્ટ કેનેડાની લાલચ આપતો હતો. ત્રણ વર્ષથી ઉપર સમય થયો હોવા છતાં મહેસાણાનો રાજેન્દ્ર પટેલ નામનો યુવાન વિદેશ જઈ શક્યો નહી. આખરે રાજેન્દ્ર પટેલ નામના ઇસમને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહેસાણાના યુવકે ન્યુ રાણીપ અમદાવામાં રહેતા દર્શન નાયક નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા
