Ahmedabad News/ મોકડ્રિલની નવી તારીખ જાહેર:ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં 31મેના રોજ સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ

કેન્દ્ર સરકારે આ પહેલાં 29 મેના રોજ યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આજે યોજાનાર મોકડ્રિલ સ્થગિત કરી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પેદા થયો હતો. બાદમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા બન્ને દેશો વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતી સર્જાઈ હતી. તે પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં 31 મે 2025 શનિવારના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ પહેલાં 29 મેના રોજ યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આજે યોજાનાર મોકડ્રિલ સ્થગિત કરી હતી. વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે 31 મેના રોજ રાજ્યભરમાં ફરી મોકડ્રિલ યોજાશે.

‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતાં 7 મેના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાતના 18 જિલ્લામાં પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. 24 દિવસ બાદ હવે ફરી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે.પાકિસ્તાનની સરહદે આવેલાં રાજ્યોમાં ગુરુવારે સાંજે એક મોકડ્રિલ યોજવાની જાહેરાત થઈ હતી. આ મોકડ્રિલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં યોજાવાની હતી. સરકારે ચાર રાજ્ય- જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોકડ્રિલનો આદેશ આપ્યો હતો.

આ ચારેય રાજ્ય પાકિસ્તાન સરહદે આવેલાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીર નજીક આવેલી બોર્ડરને નિયંત્રણરેખા એટલે કે LoC કહેવામાં આવે છે, જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત નજીક આવેલી બોર્ડરને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) કહેવામાં આવે છે.મોકડ્રિલ એ એક પ્રકારની “પ્રેક્ટિસ” છે જેમાં આપણે જોઈએ છીએ કે, જો કોઈ કટોકટી (જેમ કે એર સ્ટ્રાઈક અથવા બોમ્બ હુમલો) હોય તો સામાન્ય લોકો અને વહીવટી તંત્ર કેટલી ઝડપથી અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે.

બ્લેકઆઉટ એક્સરસાઈઝનો અર્થ એ છે કે, નિર્ધારિત સમય માટે આખા વિસ્તારની લાઇટ્સ બંધ કરવી. તેનો હેતુ એ બતાવવાનો છે કે, જો દુશ્મન દેશ હુમલો કરે તો અંધારામાં આ વિસ્તારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? આનાથી દુશ્મનને લક્ષ્ય સાધવામાં મુશ્કેલી પડે છે.પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હતું. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં 7 મેના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ મોકડ્રિલ બપોરના 4 વાગ્યાથી શરૂ થઈ 8 વાગ્યા સુધી તબક્કાવાર ચાલી હતી. ત્યાર બાદ 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી તબક્કાવાર બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો. જેમાં યુદ્ધની સ્થિતિ સામે લડવાની તૈયારીઓ કરવામાં આવી હતી.આ પહેલા બપોરે યોજાયેલી મોકડ્રિલ દરમિયાન અમદાવાદમાં ફાયરના પાઇપમાં ખામી સર્જાતા કર્મચારીઓ આગ કાબૂમાં લેવા ફાંફે ચઢ્યા હતા. મોકડ્રિલમાં જ ક્ષતિ સામે આવી હતી. જો ખરેખરમાં આવી સ્થિતિ ઉભી થાય તો ફાયર વિભાગ કેવી રીતે ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરી શકે એ પણ મોટો સવાલ છે.

આ મોકડ્રિલ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને ભરૂચ જેવા વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી.. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને કેવી રીતે દાખલ કરવા તેની પણ મોકડ્રિલ કરવામાં આવી હતી.યુદ્ધની સ્થિતિમાં જ્યારે અંધારપટની સૂચના મળે ત્યારે તમામ લાઈટો બંધ કરી દેવા અંગેની જાણ કરવામાં આવે છે. જે અંગેની મોકડ્રિલ સાંજથી 18 જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં 7 મેના રોજ અમદાવાદમાં રાત્રે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી એમ 30 મિનિટ માટે બ્લેકઆઉટ કરવા તમામ લોકોને જાણ કરવામાં આવી હતી, પરંતુ શહેરમાં બ્લેકઆઉટને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ધંધાના સ્થળ તેમજ જાહેર સ્થળોએ લાઇટો બંધ કરવાની હોવા છતાં પણ લાઈટો ચાલુ રાખી હતી જેના કારણે બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન થઈ શક્યું નહોતું.

ડિસેમ્બર 1971 માં ભારત પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ ત્યારે સરકારની સૂચના મુજબ રાત્રે બ્લેક આઉટ એટલે કે સંપૂર્ણ લાઈટ બંધ કરવાની રહેતી. ફાનસ કે મીણબત્તીથી કામ ચલાવવું પડે અને ઘરની બારીના કાચ પર કાગળ લગાવી દેવામાં આવતો હતો. ગામડાઓમાં વીજળી ન હોવાથી ફાનસનો ઉપયોગ થતો. રેડિયો પર જાહેરાત કરવામાં આવતી કે છ વાગ્યા પહેલાં રસોઈ કરી લેવી અને અંધારપટ કરીને સૂઈ જવું. આકાશમાંથી વિમાન પસાર થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાતો. ગ્રામ્ય વિસ્તારોમાં મુખી ઢોલ વગાડીને લોકોને સાવચેત કરતા. શાળાએ જતાં બાળકોના વાલીઓ યુદ્ધના સમાચાર સાંભળીને ખેતીકામ છોડીને બાળકોને શાળામાંથી ઘરે લઈ આવતા. બાળકોને સાંજે પાંચ વાગ્યા સુધીમાં જમાડીને ઘરમાં સુરક્ષિત રાખવામાં આવતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:BZ ગ્રૂપના મહાઠગ ઝાલાના જેલમુક્ત થવા ધમપછાડા, આજે જામીન અરજીની સુનાવણી

આ પણ વાંચો:BZ કૌભાંડના મુખ્ય ગુનેગાર ભુપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો જપ્ત કરવા આદેશ અપાશે

આ પણ વાંચો:BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! શિક્ષક એજન્ટે 1300 લોકોના રોકાણનો કર્યો ખુલાસો