Gandhinagar News/ ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક દસ્તાવેજોને લઈ વિશેષ નિયમમાં કર્યો સુધારો

જે મુજબ બોર્ડે બે નવી જોગવાઈઓ ઉમેરી છે અને ટ્રાન્સફરમાં સુધારા કર્યા છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત સરકાર (Gujarat Government)ની મંજૂરી બાદ ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) તાજેતરમાં વિશેષ નિયમોમાં સુધારો કર્યો છે તેમજ નવી જોગવાઈ (Provisions)ઓ દાખલ કરી છે. જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજો (Educational documents)માં પિતા (Father)ના નામની જગ્યાએ માતા (Mother)નું નામ ઉમેરવા અંગે જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.

timetable | GSEB time table 2023 released for SSC and HSC; Know how to  check here - Telegraph India

હવે દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ ઉમેરી શકશે. DEO સિવિલ કોર્ટ (Civil court)ના આદેશો અને ગેઝેટ (Gazatte) સહિતના પુરાવાના આધારે સુધારા કરી શકે છે. ઓગસ્ટ 2022 માં, ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) શિક્ષણ વિભાગ (Education department)ને એક પત્ર લખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમનો-1974 માં નવી જોગવાઈ (Provision) ઉમેરવા અને સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દોઢ વર્ષ પછી તેને ધ્યાનમાં લેતા, સરકારે તાજેતરમાં ગયા મહિને નિયમોમાં સુધારાને મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો.

Biodata and School Admissions

જે મુજબ બોર્ડે બે નવી જોગવાઈઓ ઉમેરી છે અને ટ્રાન્સફરમાં સુધારા કર્યા છે. જેમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ લખવું હોય તો અને છુટાછેડા કે પતિના મૃત્યુના કિસ્સામાં, DEO સિવિલ કોર્ટના આદેશ અને ગેઝેટમાં નામ નોંધાયા હોવાના પુરાવા સાથે અન્ય સહાયક પુરાવા રજૂ કરીને સુધારો કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના ચલાવતા શાળાઓની માન્યતા રદ

આ પણ વાંચો:ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજિસ્ટ્રેશન ફી નહીં વસૂલાય, શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય

આ પણ વાંચો:ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન