Navsari News: નવસારી શહેરમાં અજંપા ભરી સ્થિતિનો માહોલ સર્જાયો. સામાન્ય ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પોલીસે શહેરને બાનમાં લીધું. નવસારીમાં અરાજકતાભરી સ્થિતિ સર્જાતા સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. દરગાહ રોડ વિસ્તારમાં થયેલ ઝગડાના કારણે સમગ્ર શહેરનું વાતાવરણ ડહોળાયું.
શહેરમાં મોડી રાત્રે દરગાહ રોડ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે વિખવાદ થયો. વ્યક્તિગત ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો ધાર્મિક વિખવાદ સુધી પહોંચ્યો. લોકોની લાગણી દુભાતા શહેરમાં પોલીસનો કાફલો ઉતારવો પડ્યો. શહેરમાં વાતાવરણ તંગ થતા સ્થિતિ અંકુશમાં લાવવા રસ્તાઓ પર પોલીસના ધાડેધાડા ઉતાર્યા.
સમગ્ર મામલે હિંદુ સંગઠનોએ રામધૂનનો કાર્યક્રમ આપ્યો. રામધૂનના કાર્યક્રમ બાદ હિંદુ સંગઠનના ટોળા રસ્તા ઉપર ઉતર્યા. ટોળા ઉતરતા પોલીસે કોંબિંગ કરી મામલો કાબૂમાં લીધો. હાલમાં નવસારી શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે આતંક ફેલાવતા કેટલાક અસામાજિક તત્વોની અટકાયત કરી છે અરાજકતા ભરેલ સ્થિતિ પર તત્કાલ નિયંત્રણ કરવામાં આવ્યું છતાં નાગરિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:ચેતવણી! 7 રાજ્યોમાં ભારે વરસાદ, 10માં શીત લહેર અને ગાઢ ધુમ્મસ; જાણો દિલ્હી-NCRમાં ક્યારે પડશે ઠંડી?
આ પણ વાંચો:શીત લહેરથી દિલ્હી-યુપીમાં ઠંડી વધી, કાશ્મીરમાં દાલ સરોવર થીજવા લાગ્યું; તમિલનાડુમાં વરસાદની શક્યતા
