અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. થોડા સમય પહેલા, અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તેમને ગત રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. યશદાસ ગુપ્તા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.
આ પણ વાંચો :ફિલ્મ નિર્માતા કબીરખાને મુઘલ શાસક વિશે શું કહ્યું….
નુસરત જહાંની પ્રેગ્નન્સીના સમાચાર દરમિયાન ઘણો વિવાદ થયો હતો. બેબી બમ્પની તસવીર સામે આવ્યા બાદ તેના પતિ નિખિન જૈને દાવો કર્યો હતો કે તે તેનાથી અલગ રહેતો હતો અને તેને પ્રેગ્નન્સી વિશે કોઈ જાણકારી નહોતી. લગ્નને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અભિનેત્રીએ પોતાનું સમગ્ર ધ્યાન પોતાના બાળક પર રાખ્યું. તે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળતી જોવા મળી હતી. આજે તેણે પોતાના ચાહકોને આ ખુશખબર આપી છે.
આ પણ વાંચો :મિત્રો સાથે તૈમુરની રોડ ટ્રિપ, કરીનાએ દીકરા સાથે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં કર્યું લંચ
બાંગ્લા ફિલ્મ ઈંડ્સ્ટ્રીઝની એક્ટ્રેસ અને ટીએમસીની સાંસદ નુસરત જહાં પોતાના પતિ નિખિલ જૈન સાથે ખરાબ થયેલા સંબંધો વિશે જાહેરમાં નિવેદન આપ્યુ હતું. તેના પતિનું કહેવુ છે કે, તે અને નુસરત જહાં છેલ્લા કેટલાય મહિનાથી સાથે રહેતા નથી. ત્યારે આવા સમયે તેને નથી ખબર કે આ બાળક કોનું છે.
આ પણ વાંચો :56 વર્ષની ઉંમરે પ્રકાશ રાજે ફરી લગ્ન કર્યા, આપ્યું આ વિચિત્ર કારણ
2019માં નિખિલ જૈન સાથે કર્યા હતા લગ્ન
નુસરત જહાંએ વર્ષ 2019 માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જે બાદ સંબંધોમાં તણાવ બાદ તેઓ બન્ને 2021માં અલગ થયા. જે બાદ નુસરતે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી અને સતત એક્ટિવ રહેતી નુસરતે બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી હતી. હવે નુસરતના દીકરાની ઝલક જોવા માટે ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો :ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન આ બ્રાન્ડનો બન્યો એમ્બેસેડર
આ પણ વાંચો : આ મામલે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિત આ સેલેબ્સને EDનું તેડું, જાણો ક્યારે કરવામાં આવશે પૂછપરછ
આ પણ વાંચો :કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ
