Not Set/ સલમાન ખાનની ફિલ્મ “ભારત”મા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે કેટરીના કૈફ

મુંબઈ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ “ભારત”માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રિયંકા ચોપરા જોવા મળવાની છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા આવી રહ્યા છે કે, આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ કેમિયો રોલ કરતી નજરે પડશે. આપને જણાવી દઈએ કે, એવુ પ્રથમ વખત બનશે કે જ્યારે એક જ ફિલ્મમાં પ્રિયંકા અને કેટરીના સાથે કામ કરશે. […]

Entertainment

મુંબઈ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ “ભારત”માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રિયંકા ચોપરા જોવા મળવાની છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા આવી રહ્યા છે કે, આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ કેમિયો રોલ કરતી નજરે પડશે.

આપને જણાવી દઈએ કે, એવુ પ્રથમ વખત બનશે કે જ્યારે એક જ ફિલ્મમાં પ્રિયંકા અને કેટરીના સાથે કામ કરશે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત દિશા પટાણી પણ જોવા મળશે. ત્યારે હવે ફિલ્મ સાથે કેટરીના કૈફનુ પણ નામ જોડાયુ છે જોકે તે માત્ર મહેમાન કલાકાર તરીકે નજરે પડશે.

સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મ ભારતમાં કેટરીના કૈફનો સ્પેશિયલ રોલ છે જેમાં તે સલમાન ખાનની ઓપોઝિટમાં થોડા સમય માટે નજરે પડશે. તેનો રોલ પ્રિયંકા ચોપડા અને દિશા પાટની  જેટલો મોટો નહીં હોય પણ મહત્વપૂર્ણ જરૂર હશે. જણાવી એ કે, ફિલ્મ “ભારત” એ સાઉથ કોરીયન ફિલ્મ “ઓડ ટુ માઈ ફાધર” પરથી બનાવવામાં આવી રહી છે.