Not Set/ ભૂમિ અને સુશાંત ડાકુ બનશે આ ફિલ્મમાં જુઓ લુક

મુંબઈ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ સુશાંતસિંહ રાજપૂત સાથેની પોતાની અભિષેક ચૌબેની ફિલ્મ સોન ચીરૈયામાં પોતાના ભાગનુ શુટિંગ પૂરુ કર્યુ છે. આ ફિલ્મમાં ભૂમિ 70ના દાયકાની ચંબલના ડાકુની ભૂમિકામાં જોવા મળશે. ભૂમિના જણાવ્યા મુજબ, તેના કેરેક્ટર અને સમયની પરિસ્થિતિ પર નજર નાખવામાં આવે તો પાત્ર બોલ્ડ હોવા છતા ખૂબ જ સંવેદનશીલ છે. આ ફિલ્મમાં ભૂમિ […]

Entertainment

મુંબઈ

અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં જ સુશાંતસિંહ રાજપૂત સાથેની પોતાની અભિષેક ચૌબેની ફિલ્મ સોન ચીરૈયામાં પોતાના ભાગનુ શુટિંગ પૂરુ કર્યુ છે. આ ફિલ્મમાં ભૂમિ 70ના દાયકાની ચંબલના ડાકુની ભૂમિકામાં જોવા મળશે. ભૂમિના જણાવ્યા મુજબ, તેના કેરેક્ટર અને સમયની પરિસ્થિતિ પર નજર નાખવામાં આવે તો પાત્ર બોલ્ડ હોવા છતા ખૂબ જ સંવેદનશીલ છે.

Image result for son chiraiya sushant rajput bhumi

આ ફિલ્મમાં ભૂમિ પેડનકરે ખૂબ જ ઓછા મેક અપમાં લાંબી બાયોના બ્લાઉઝ અને સિમ્પલ સાડીમાં નજરે પડશે. આ ઉપરાંત ડકૈત હોવાના કારણે તેના ખભા પર બંદૂક પણ હશે.

Image result for son chiraiya sushant rajput bhumi

ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુત પણ એક ડાકુની ભૂમિકામાં નજરે પડશે. રોની સ્ક્રુવાલાના પ્રોડક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં મનોજ વાજપેયી પણ નજરે પડશે. ભૂમિના જણાવ્યા મુજબ ફિલ્મની ટીમ છેલ્લા 3 મહિનાથી ચંબલમાં શુટિંગ કરી રહી હતી. ફિલ્મમાં પોતાના પાત્રની તૈયારી માટે ભૂમિએ બુલેદખંડની બોલી શીખવા ખૂબ જ મહેનત કરી હતી. સાથે જ તેણે સ્થાનિક ગામમાં રહીને ત્યાંની મહિલાઓના જીવનની રીત ભાતો પણ શીખી હતી.