Bollywood/ ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસની ધરપકડ, વેબસાઇટ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાનો લાગ્યો આરોપ

મિસ એશિયા બિકિનીનો તાજ જીતનાર ગહના જાહેરાત, હિન્દી અને તેલુગુ સિનેમામાં કામ કરી ચૂક્યો છે. વેબસાઇટ પર અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે શનિવારે બપોરે ગહનાની પૂછપરછ કરવામાં આવી હતી.

Entertainment

મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે અભિનેત્રી ગહના વશિષ્ઠની ધરપકડ કરી છે. ગહના પર તેની વેબસાઇટ પર પોર્ન વીડિયો શૂટ અને અપલોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગહનાને રવિવારે એટલે કે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે પોલીસે આ કેસમાં સામેલ અન્ય મોડલ્સ, સાઇડ એક્ટ્રેસિસ અને કેટલાક પ્રોડક્શન હાઉસ પર પણ તોડફોડ કરી છે, જે મોબાઈલ એપ અને વેબસાઇટ પર ગેંગ દ્વારા શૂટ કરવામાં આવેલા અશ્લીલ વીડિયો અપલોડ કરતા હતા. જણાવી દઈએ કે ગહનાએ અલ્ટ બાલાજીની પુખ્ત શ્રેણી ‘ગંદી બાત’માં કામ કર્યું છે.

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની વેનિટી વાન ફૈલ્કનનો થયો અકસ્માત,માંડ માંડ બચ્યા સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટ

 gehana

મિસ એશિયા બિકિનીનો તાજ જીતનાર ગહના જાહેરાત, હિન્દી અને તેલુગુ સિનેમામાં કામ કરી ચૂક્યો છે. વેબસાઇટ પર અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે શનિવારે બપોરે ગહનાની પૂછપરછ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, તેણે  87  અપમાનજનક અને અશ્લીલ વીડિયો શૂટ કર્યા છે અને તેને તેમની વેબસાઇટ્સ પર અપલોડ કર્યા છે. આ વેબસાઇટ પર સામગ્રી લેવા માટે સબ્સ્ક્રિપ્શન્સ જરૂરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જે લોકોએ સબ્સ્ક્રિપ્શન લીધું છે તેમને 2 હજાર રૂપિયા ચુકવવા પડશે. આના માધ્યમથી ગહના અને તેની ટીમ ખૂબ પૈસા કમાતી હતી.

આ પણ વાંચો : શહનાઝ ગિલે કાશ્મીરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, Look જોઈ ચાહકો થયા દીવાના

મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ શૂટિંગ દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

gehana

ગહના વશિષ્ઠ આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી લોકપ્રિય થઈ હતી. જેમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. આ સીરિઝ દ્વારા તે ચર્ચામાં આવી હતી. ગહના વશિષ્ઠે પોતાની એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે, જેમાં તે બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો : જાણો, કેમ પોલીસે કરી સની લિયોનીની પૂછપરછ

ગહના એમટીવી પર ટૂ લાઇફ નામના કાર્યક્રમની વીજે રહી ચુકી છે. આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડકપ 2015માં તે યોગરાજ સિંહ અને અતુલ વાસન સાથે એક ન્યૂઝ ચેનલમાં જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ