Accident/ અલ્લુ અર્જુનની વેનિટી વાન ફૈલ્કનનો થયો અકસ્માત,માંડ માંડ બચ્યા સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તાજેતરમાં હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. તે પોતાની ફિલ્મ ‘પુષ્પા’ના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચ્યો હતો. તે તેની વેનિટી વાન દ્વારા મુસાફરી કરે છે,

Entertainment

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તાજેતરમાં હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. તે પોતાની ફિલ્મ ‘પુષ્પા’ના શૂટિંગ માટે હૈદરાબાદ પહોંચ્યો હતો. તે તેની વેનિટી વાન દ્વારા મુસાફરી કરે છે, જેનું નામ ફૈલ્કન છે. શનિવારે ખમ્મમ સ્થિત સ્થળે તેની વેનિટી વાનનો અકસ્માત થયો હતો. સદનસીબે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે સુપરસ્ટાર્સ તેમાં હાજર ન હતા. પરંતુ વાનની અંદર રહેતી તેની મેકઅપ ટીમના સભ્યોને સામાન્ય ઈજાઓ થઇ છે.

Image result for allu arjun

જો કે કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈને ઇજા પહોંચી નથી. અહેવાલો અનુસાર વેનિટી વાન શૂટિંગ બાદ મરૂદુમલીથી હૈદરાબાદ જઇ રહી હતી. તે દરમિયાન પાછળથી બીજા વાહને અલ્લુ અર્જુનની વેનિટી વાનમાં ટક્કર મારી હતી. હાલમાં આ મામલે ખમ્મમ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ વેનિટી વાન એ અલ્લુ અર્જુનની સૌથી કિંમતી ચીજોમાંની એક છે.

આપને જણાવી દઇએ કે અલ્લુ અર્જુન આગામી બ્લોકબસ્ટર ‘પુષ્પા’નું શૂટિંગ પૂર્ણ કરીને ફ્લાઇટથી પાછો ફર્યો હતો. તેની વેનિટી વેનમાં તેનો લોગો છે, જેના પછી અકસ્માત સ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…