Entertainment News : ટીવી જગતના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)ના દરેક પાત્ર દર્શકોના દિલમાં વસે છે, પરંતુ દિલીપ જોશી (DilipJoshi)દ્વારા ભજવવામાં આવતું ‘જેઠાલાલ’ (Jethalal)નું પાત્ર સૌથી વધુ લોકપ્રિય છે. છેલ્લા 18 વર્ષથી જેઠાલાલ પોતાની ખાસ કોમિક ટાઈમિંગથી લોકોને હસાવી રહ્યા છે.
પરંતુ શું તમે જાણો છો કે આ આઈકોનિક શોમાં જેઠાલાલનું બાળપણ પણ પડદા પર બતાવવામાં આવી ચૂક્યું છે?શોના ઈતિહાસમાં માત્ર 2 જ વાર ફ્લેશબેક સ્ટોરી દ્વારા જેઠાલાલના બાળપણના દિવસો અને તેમની તોફાની મસ્તી દર્શકો સામે લાવવામાં આવી હતી.
TMKOC : જેઠાલાલના બાળપણનો રેર એપિસોડ અને ચંપકલાલની યાદો
જેઠાલાલના બાળપણનો લુક દર્શાવતા આ રેર એપિસોડ્સ (એપિસોડ નંબર 1509 અને 1512) વર્ષ 2014માં ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.એપિસોડમાં ચંપકલાલ (બાપુજી) પોતાના જૂના દિવસો યાદ કરીને ગોકુલધામવાસીઓને જણાવે છે કે નાનપણમાં જેઠાલાલ કેટલા તોફાની અને નટખટ હતા.
ચાઈલ્ડ આર્ટિસ્ટ વિક્રાંત સોની અને તેમની એક્ટિંગ કરિયર
ચાઇલ્ડ આર્ટિસ્ટ વિક્રાંત સોનીએ જેઠાલાલના નાનપણનું શ્રેષ્ઠ પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.’તારક મહેતા…’માં કામ કર્યા બાદ વિક્રાંતે રાની મુખર્જીની જાણીતી ફિલ્મ ‘હિચકી’માં મહત્વનો રોલ કર્યો હતો.વિક્રાંત સોની મે 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અગર મગર કિન્તુ લેકિન પરંતુ’માં પણ જોવા મળ્યા હતા.28 જુલાઈ 2008ના રોજ શરૂ થયેલા આ શોમાં દિલીપ જોશી પહેલા જ દિવસથી જોડાયેલા છે અને આજે પણ તેમનો ભૌકાલ અડીખમ છે.
આ પણ વાંચો :TMKOC ફેમ માધવી ભાભીનો ન્યૂયોર્કમાં ગ્લેમરસ અવતાર:પર્પલ સાડીમાં સોનાલિકા જોશીએ આપ્યા સ્ટાઇલિશ પોઝ
આ પણ વાંચો :25 વર્ષનું સફળ કરિયર છતાં બોલિવૂડની ‘બેબો’નું એક સપનું રહી ગયું અધૂરું
આ પણ વાંચો :‘દાયરા’ ફિલ્મમાં સાથે દેખાશે કરીના-પૃથ્વીરાજ; જાણો બંનેમાંથી કોણ છે સૌથી વધુ અમીર
