બોલીવુડ
ઇંગ્લેન્ડમાં સંગીતના અભ્યાસક્રમમાં શાસ્ત્રીય સંગીત,બોલીવુડ હિટ, અને ભાંગડા બીટને સામેવ કરવામાં આવ્યા છે, ઇંગલેન્ડના શિક્ષા વિભાગ (ડીએફઇ)એ જણાવ્યું હતું કે બ્રિટનની દરેક સ્કૂલો માટે આ અભ્યાસક્રમ અમલી બનાવવામાં આવશે,યોજનાનો ઉદ્દેશ એ છે કે યુવાવર્ગને સંસ્કૃતિના માધ્યમથી સંગીત શીખવાની ઉત્તમ તક મળે . એટલુ જ નહીં સાથે શાસ્ત્રીય સંગીત અને બોલીવુડ હિટ ગીતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

કિશોરી અમોનકરની સહેલી એ અનુષ્કા શંકરની ઇન્ડિયન સમર, એ.આર.રહેમાનની જય હો, અને બોલીવુડનું હિટ ગીત મુન્ની બદનામ હુઇ સહિત ભાંગડા બીટનો પણ ઇંગ્લેન્ડના સ્કૂલ વિભાગને સમાવેશ કરવાનેા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર આધુનિક બ્રિટનની ઓળખ તેની સમુદ્ધિ અને વિવિધતામાં છે.વધુમાં વિભાગે જણાવ્યું હતું કે કિશોરી અમોનકર 20મા સદીની ભારતીય સંગીતની પ્રમુખ ગાયિકામાંથી એક હતી. તદઉપરાંત બ્રિટેન શિક્ષા વિભાગે વધુમાં કહ્યું કે 2010માં રજૂ થયેલી દબંગ ફિલ્મનું ગીત મુન્ની બદનામ હુઇ ગીતમાં બોલીવુડની અનેક ખાસિયતો સામેલ છે. તેનું સંગીત કર્ણપ્રિય છે. સંગીતનો અભ્યાસક્રમ 15 જેટલા સંગીતના શિક્ષકો અને વિશેષજ્ઞો સાથે એક પેનલ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.
વિચારવા જેવી બાબત છે કે આપણા ત્યાંનું સંગીત બ્રિટન જેવા દેશમાં શીખવવામાં આવશે. જો કે આપણા દેશમાં પણ શાસ્ત્રીય સંગીત અને અન્ય પ્રકારના સંગીતની સ્ટડી ચાલતી જ હોય છે. પરંતુ સવાલ એ થાય કે જે ગીતને યુવાનીયાઓ પસંદ કરે છે. અને વડીલો મોં ફેરવે છે તેવા ગીતોને બ્રિટનમાં સન્નમાન આપી શીખવવામાં આવશે. જો કે આ વાત આપણા માટે તો કોલર ઉંચો કરવા જેવી જ છે.
