Not Set/ અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 ની એડવાન્સ બુકિંગે બનાવ્યો રેકોર્ડ

મુંબઇ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ‘2.0’ ફિલ્મે રિલીઝ પહેલા મોટો ધમાકો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની અત્યાર સુધી 120 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે  અક્ષય કુમાર અને રજનીકાંતની આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મળતા અહેવાલો મુજબ ફિલ્મ […]

Uncategorized Entertainment

મુંબઇ,

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ‘2.0’ ફિલ્મે રિલીઝ પહેલા મોટો ધમાકો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની અત્યાર સુધી 120 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઇ ચુકી છે.

Image result for rajinikanth akshay kumar

ઉલ્લેખનીય છે કે  અક્ષય કુમાર અને રજનીકાંતની આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મળતા અહેવાલો મુજબ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગ દ્રારા 120 કરોડ રૂપિયા કમાવી દીધા છે.

Image result for rajinikanth akshay kumar

જણાવીએ કે ફીઈલ્મ 2.0 આ વર્ષની ખૂબ અપેક્ષિત ફિલ્મોમાંની એક ફિલ્મ છે. જે બોક્સ ઓફિસ પર મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ 500 કરોડ કરતા વધુ છે અને આ ફિલ્મે દેશમાં 6000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. જોકે આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શનની અસર 2.0 પર જોવા મળે તેવી વાત કરવામાં આવી રહી છે.

જોકે પંડીતોની વાત કરીએ તો  તેમનું માનવું છે કે 2.0 આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ હશે. 2.0એડવાન્સ બુકિંગ અત્યાર સુધી ખુબ જ શાનદાર રહી છે. ફિલ્મે 120 કરોડ એડવાન્સ બુકીન્ગ દ્રારા કમાઈ લીધા છે. આ સાથે જ આ ફિલ્મ રિલીઝના પહેલા 100 કમાઈ કરનાર પહેલી તમિલ ફિલ્મ થઇ ગઈ છે.

Image result for rajinikanth akshay kumar

હવે જોવાનુંએ છે કે 2.0 બોક્સ ઓફિસ પર રિલીઝ થવાના દિવસો, વેકેંડ પર અને પૂરી લાઈફ ટાઈમમાં કેટલા પૈસા કમાઈ છે.