Entertainment News : બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી (Emraan Hashmi) હાલમાં પોતાની નવી ફિલ્મ ‘આવારાપન 2’ ને લઈને ભારે ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસથી જ સિનેમાઘરો (Cinemas)માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. રિલીઝના 9 દિવસ પૂર્ણ થયા બાદ પણ પ્રેક્ષકોનો અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. આ સફળતા વચ્ચે ચાલો નજર કરીએ ઈમરાન હાશ્મીની એવી 5 મલ્ટીસ્ટારર (Multi-starrer)અને હિટ ફિલ્મો પર, જેણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
Emraan Hashmi :ધ ડર્ટી પિક્ચર (2011)
મિલન લુથરિયાના નિર્દેશનમાં બનેલી અને એકતા કપૂર-શોભા કપૂર દ્વારા નિર્મિત આ બાયોપિક ડ્રામા ફિલ્મે ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચ્યો હતો.
મુખ્ય કલાકારો: વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર.
બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્કના આંકડા અનુસાર, આ ફિલ્મે વિશ્વભરમાં ₹૧૧૬.૫૫ કરોડની કમાણી કરી હતી.
OTT પ્લેટફોર્મ: આ ફિલ્મ ‘જિયો હોટસ્ટાર’ પર જોવા મળી શકે છે.
મર્ડર ૨ (૨૦૧૧)
મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ક્રાઈમ-મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મમાં ઈમરાને પૂર્વ પોલીસ અધિકારી અર્જુન ભગવતની ભૂમિકા ભજવી હતી.
જન્નત અને રાજ ૩: ધ થર્ડ ડાયમેન્શન (૨૦૧૨)
ક્રિકેટ મેચ ફિક્સિંગ પર આધારિત રોમેન્ટિક ક્રાઈમ ડ્રામા ‘જન્નત’ અને સુપરનેચરલ હોરર થ્રિલર ‘રાજ ૩’ એ પણ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કર્યો હતો.
જન્નત (૨૦૦૮): કુણાલ દેશમુખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે 40.39 કરોડનું ગ્લોબલ કલેક્શન કર્યું હતું
રાજ ૩ (૨૦૧૨): વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત અને બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી તથા ઈશા ગુપ્તા અભિનીત આ ફિલ્મે 35.60 કરોડની કમાણી કરી હતી.
ગેંગસ્ટર: એ લવ સ્ટોરી
અનુરાગ બસુના નિર્દેશનમાં બનેલી આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મે ઈમરાન હાશ્મીના કરિયરને નવી ઊંચાઈઓ આપી હતી
આ પણ વાંચો :તૃષા કૃષ્ણન અને થલાપતિ વિજય વચ્ચેના સંબંધોની ચર્ચા વચ્ચે સંજના ગલરાની આવી સમર્થનમાં
આ પણ વાંચો :દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સૌકાર જાનકીનું 94 વર્ષની વયે દુઃખદ નિધન
આ પણ વાંચો :રિયા ચક્રવર્તીનો છલકાયો દર્દ: ‘ધ ટ્રેટર્સ 2’માં ટ્રેટર બનવાનો કેમ કર્યો ઇનકાર?
