બંધ/ બિગ બોસ મલયાલમ-3 શો પોલીસે બંધ કરાવ્યુ

બિગ બોસ-3 મલાયમ શો પર પોલીસે લગાવ્યુ તાળું

Entertainment

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે. જેના લીધે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે .કોરોના મહામારીના કહેર ના લીધે શુટીંગ માટે પણ કડક ગાઇડલાઇન અમલી બનાવવામાં આવી છે. જો ગાઇડલાઇનો અમલ યોગ્ય રીતે કરવામાં ના આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. સાઉથના સુપરસ્ટાર મોહનલાલ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલો રિયાલિટી શો બિગ બોસ મલયાલમ-3ના સેટ બંધ કરાવી દેવામાં આવ્યો છે. 19 મે ના રોજ સાંજે 5 કલાકે તમિલનાડુ પોલીસે બિગબોસ સેટ પર પદોચીને શુંટીંગ બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

આ  રિયાલિટી શો ના 6 ક્રૂ મેમ્બર કોરોના સંક્રમિત થયા હતા અને કોવિ઼ડના પ્રોટોકોલના નિયમને તોડવાનો આરોપ શો ના મેકર્સ પર લગાવવામાં આવ્યો છે. તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ  મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ ક્રૂ મેમ્બરના તબિયત હાલ સારી છે. એક સ્પર્ધકને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. તેને એક હોટલમાં કવોરેન્ટાઇ કરવામાં આવ્યો છે. પોલીસે બિગ બોસ મલયાલમ-3 સેટને તાળાં લગાવી દીધાં છે. મોહનલાલ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા બિગ બોસ-3 આ વર્ષે 14 કેબ્રુઆરી ચાલુ કરવામાં આવ્યો હતો.ટીવી પર નવા એપિસોડ પ્રસારિત કરવામાં આવી રહ્યો હતો. આ શો ને બે સપ્તાહ માટે એકસ્ટેશન પણ મળ્યો હતો. પરતું હવે આ શો ને પરમિશન મળશે કે નહિ તે હાલ કહી શકાય તેમ નથી.