Viral Photo/ અનુષા દાંડેકરે શેર કર્યો બ્રા વગરનો ફોટો, થઇ ટ્રોલ તો આપ્યો આ જવાબ

મોડલ, સિંગર અને અભિનેત્રી અનુષા દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર, તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે.

Entertainment

મોડલ, સિંગર અને અભિનેત્રી અનુષા દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર, તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે. તાજેતરમાં જ તે કરણ કુંદ્રા સાથેનાં બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી. જે બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે પણ તેનો બોલ્ડ અંદાજ ચર્ચામાં રહેવાનું કારણ બન્યુ છે.

આપને જણાવી દઇએ કે, તેણે સોશિયલ મીડિયામાં કઇક એવી તસવીરો શેર કરી છે કે જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. અનુષાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પરથી ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યો છે, તે જોઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું અને કેટલાક લોકોએ તેનો આનંદ માણ્યો હતો. અનુષા દાંડેકર ખૂબ જ બોલ્ડ અને બિંદાસ રહેતી છે, તે હંમેશા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડનેસ વિશે ચર્ચામાં રહે છે. અનુષા દાંડેકરે આવી જ એક બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં તે બ્રા વગર દેખાઈ રહી છે, જો કે તેણે ઉપર કાર્ડિગન પહેર્યુ છે. પલંગ પર બેઠેલી અનુષા હંમેશા ખુલ્લા કાર્ડિગનમાં જ ખૂબસૂરત લાગતી હોય છે.

https://www.instagram.com/p/CM_kbGbJOID/?utm_source=ig_web_copy_link

પોસ્ટનાં કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, ‘જો તમે મને બંધ કરવા માંગતા હોવ તો મને તે ચીજો સાથે બંધ કરે જે મને પસંદ છે.’  અનુશાનાં ફોટાને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે, પરંતુ કેટલાક યુઝર્સ એવા પણ હતા કે જેમને અનુષાની આ સ્ટાઇલ પસંદ આવી નથી. અનુષા દાંડેકરનો બ્રા લેસ ફોટો જોઇને એક યુઝર્સે લખ્યું, ‘મારી પાસે કેટલીક વધારાની બ્રા છે, મને તમારું સરનામું કહો, હું તે તમને મોકલી આપીશ.’ જો કે અનુષાએ આ યુઝર્સને પોતાના રમુજી જવાબો આપી બંધ કરી દીધા હતા. તેમણે જવાબમાં લખ્યું, ‘તમે તેને તમારી પાસે રાખો, હું તેના વિના ખુશ છું. આભાર.

https://www.instagram.com/p/CNZpBjpJrp8/?utm_source=ig_web_copy_link

સોશિયલ મીડિયા યૂઝર્સને અનુષા પાસેથી આવા જવાબની અપેક્ષા નહી રહી હોય. અભિનેત્રીનાં જવાબ આપ્યા પછી, ફરીથી યુઝર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વળી અન્ય ચાહકો પણ કોમેન્ટ બોક્સમાં આ ચર્ચાઓ જોયા પછી ઉત્સાહિત થઈ ગયા. બધાં અનુષા દાંડેકરની વાત સાથે સહમત થયા અને તેને ટેકો પણ આપ્યો. આ દરમિયાન અનુષાનો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અનુષાની આ બોલ્ડ અને બેબાક સ્ટાઇલને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…