Entertainment News/ કાન્સના રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટનો જલવો, કરોડોની જ્વેલરી અને પીચ ગાઉનમાં સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટે (Alia Bhatt) પીચ કલરના ગાઉનમાં એન્ટ્રી કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેના કસ્ટમ નેકલેસ અને ડાયમંડ લુકની વિગતો સાથે જુઓ વાયરલ તસવીરો.

Trending Entertainment
Alia Bhatt

Entertainment News 2026: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવ એટલે કે ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ની 79મી આવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ઈવેન્ટના પ્રથમ દિવસે જ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાના લુકથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. રેડ કાર્પેટ પર આલિયાના શાનદાર ગાઉન અને તેના આત્મવિશ્વાસની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે.

Alia Bhatt

પીચ કલરના ગાઉનમાં આલિયાનો અપ્સરા જેવો લુક

ગયા વર્ષની જેમ આ વખતે પણ આલિયાએ પોતાના ફેન્સને નિરાશ કર્યા નથી. તેણે મોડી રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઇવેન્ટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પીચ કલરના ગાઉનમાં અદભૂત સુંદર દેખાઈ રહી છે.

રેડ કાર્પેટ પર જતાં પહેલા આલિયાએ તેની હોટલના રૂમની બાલકનીમાં ઉભા રહીને અનેક મનમોહક પોઝ આપ્યા હતા. તેની માસૂમિયત અને સ્મિતે ચાહકોના દિલ જીતી લીધા છે.

આલિયાએ આ લુક સાથે ખૂબ જ નેચરલ મેકઅપ રાખ્યો હતો, જે તેની કુદરતી સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.

Alia Bhatt

જ્વેલરીમાં હીરા અને પરવાળાનો શણગાર (Alia Bhatt )

આલિયાના (Alia Bhatt) લુકને વધુ ખાસ બનાવવા માટે સ્ટાઈલિશ રિહા કપૂરે તેની જ્વેલરી વિશેની વિગતો શેર કરી છે:

આલિયાએ (Alia Bhatt ) એક કસ્ટમ નેકલેસ પહેર્યો હતો જેમાં 168.27 કેરેટ ના ગુલાબી કોરલ (મૂંગા) લાગેલા છે.

નેકલેસની વચ્ચે 5.53 કેરેટ નો શાનદાર ‘ગોલકોંડા-ટાઇપ 2A’ હીરો જડવામાં આવ્યો છે, જેની ચમક અદ્વિતીય છે. આ ઉપરાંત તેણે સ્ક્વેર-કટ ડાયમંડ ઇયરિંગ્સ પણ પહેર્યા હતા.

Alia Bhatt

સોશિયલ મીડિયા પર ફેન્સનો જોરદાર પ્રતિસાદ

આલિયા ભટ્ટ (Alia Bhatt) બીજી વખત કાન્સ પહોંચી છે અને ફરી એકવાર તે પોતાની સ્ટાઇલથી છાપ છોડવામાં સફળ રહી છે. તેની તસવીરો પોસ્ટ થયાના માત્ર 8 કલાકમાં જ ઇન્સ્ટાગ્રામ પર 6 લાખ થી વધુ વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચુકી છે. 12 મેથી શરૂ થયેલો આ મહોત્સવ 23 મે 2026 સુધી ચાલશે, જેમાં હજુ પણ અનેક ભારતીય સેલેબ્સ જોવા મળી શકે છે.


આ પણ વાંચો: આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા

આ પણ વાંચો: વિજયની જીત બાદ ઘરે પહોંચી ત્રિશા, એક્ટરે ગર્લફ્રેન્ડને બર્થડે પર શું ગિફ્ટ આપ્યું? જાણો છૂટાછેડાનું સત્ય