Entertainment News/ વિજયની જીત બાદ ઘરે પહોંચી ત્રિશા, એક્ટરે ગર્લફ્રેન્ડને બર્થડે પર શું ગિફ્ટ આપ્યું? જાણો છૂટાછેડાનું સત્ય

તમિલનાડુ ચૂંટણીમાં Vijay ની પાર્ટીની જીત વચ્ચે ત્રિશા કૃષ્ણન સાથેના તેના અફેરની ચર્ચા તેજ બની છે. પત્ની સંગીતા સાથેના છૂટાછેડા અને ત્રિશાના જન્મદિવસની ઉજવણી વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Entertainment
Vijay

Thalapathy Vijay and Trisha Love Story 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દક્ષિણ ભારતના રાજકારણમાં ઈતિહાસ રચી દીધો છે. એક્ટર વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) એ શાનદાર જીત હાંસલ કરી છે. પરંતુ આ ઐતિહાસિક વિજય વચ્ચે સૌથી વધુ ચર્ચા અભિનેત્રી ત્રિશા કૃષ્ણનની થઈ રહી છે. વિજયને અભિનંદન આપવા ત્રિશા તેના ઘરે પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગૉસિપ બજાર ગરમ થઈ ગયું છે.

Vijay

ગર્લફ્રેન્ડના બર્થડે પર મળી ઐતિહાસિક જીત!

રસપ્રદ વાત એ છે કે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસે એટલે કે 4 મે ના રોજ ત્રિશાનો જન્મદિવસ પણ હતો. સવારે ત્રિશા તિરુપતિ બાલાજીના દર્શને પહોંચી હતી અને ત્યાંથી સીધી વિજયના (Vijay) ઘરે તેને મળવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે:

તમિલનાડુની ફર્સ્ટ લેડી: ઘણા યુઝર્સ ત્રિશાને તમિલનાડુની ‘ફર્સ્ટ લેડી’ કહી રહ્યા છે.

સ્પેશિયલ ગિફ્ટ: એક ફેને લખ્યું કે, “વિજયે (Vijay) પોતાની ગર્લફ્રેન્ડને બર્થડે પર આખું રાજ્ય ગિફ્ટમાં આપી દીધું, આને કહેવાય ઓરા!”

લગ્નની અટકળો: વિજયના ઘરેથી બહાર નીકળતી વખતે ત્રિશાએ જે રીતે કેમેરા સામે સ્મિત આપી ‘થમ્પ્સ અપ’ કર્યું, તેનાથી ફેન્સ માની રહ્યા છે કે ટૂંક સમયમાં લગ્નની જાહેરાત થઈ શકે છે.

Vijay અને પત્ની સંગીતાના છૂટાછેડાની ચર્ચા

આ ખુશીના માહોલ વચ્ચે વિજયના (Vijay) પર્સનલ લાઈફના વિવાદો પણ ફરી બહાર આવ્યા છે. અહેવાલો અનુસાર, વિજયની પત્ની સંગીતાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

અન્ય મહિલા સાથે સંબંધ: સંગીતાનો આરોપ છે કે તેને 2021 માં વિજયના અન્ય મહિલા સાથેના સંબંધો વિશે ખબર પડી હતી, જેના કારણે તે માનસિક તણાવમાં છે.

ફેબ્રુઆરી 2026 થી અલગ: ફેબ્રુઆરી 2026 માં સમાચાર આવ્યા હતા કે સંગીતા હવે વિજય સાથે નથી રહેતી અને તે ઘણા પારિવારિક પ્રસંગોમાં પણ ગેરહાજર રહી છે. વિજય અને સંગીતા બે બાળકોના માતા-પિતા છે.

ત્રિશા અને વિજયના અફેરની શરૂઆત ક્યારે થઈ?

વિજય અને ત્રિશાના અફેરની ચર્ચાઓ ત્યારે તેજ થઈ જ્યારે બંને એક લગ્નપ્રસંગમાં સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ત્રિશાની માતાએ પણ સોશિયલ મીડિયા પર દીકરીના લગ્ન તરફ ઈશારો કરતી એક પોસ્ટ શેર કરી હતી. જોકે, વિજય કે ત્રિશાએ હજુ સુધી આ બાબતે સત્તાવાર મૌન તોડ્યું નથી.

હાલમાં તો તમિલનાડુમાં ‘ડબલ એન્જિન‘ ની જેમ વિજયની રાજકીય પ્રગતિ અને તેની પર્સનલ લાઈફની વાતો જોરશોરથી ચાલી રહી છે.


આ પણ વાંચો: આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ