World News :ફ્લાયદુબઈના પાઇલટ કેપ્ટન સ્મિત માચરે કટોકટીમાં ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા. નેતન્યાહૂએ તેમની હિંમતની પ્રશંસા કરી અને ઇઝરાયલમાં સન્માનનું આમંત્રણ આપ્યું. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu)ફ્લાયદુબઈ ફ્લાઇટના બહાદુર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિતમચ્છર(Smit Machhar)સાથે ફોન પર વાતચીત કરી હતી અને અત્યંત મુશ્કેલ સંજોગોમાં પ્રદર્શિત કરેલી હિંમત અને સંયમ માટે તેમના પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી. નેતન્યાહૂએ તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)સાથે વિશેષ આમંત્રણ આપ્યું છે.

ફ્લાયદુબઈ (flydubai)ની ફ્લાઇટ FZ1073 જ્યારે 34000 ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી રહી હતી, ત્યારે સહ-પાઇલટે પ્રાર્થના કરવા માટે સમય માંગ્યો હતો. મચ્છરે આદરપૂર્વક આગળ જોવાનું ચાલુ રાખ્યું, પરંતુ થોડીવાર પછી તેમના માથાના પાછળના ભાગમાં જોરદાર ફટકો વાગ્યો. કોકપીટમાં કટોકટી ઉપયોગ માટે રાખવામાં આવેલી કુહાડી વડે સહ-પાઇલટે તેમના પર હુમલો કર્યો હતો, જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલાને કારણે 174 મુસાફરોથી ભરેલું વિમાન અચાનક 17000 ફૂટથી વધુ નીચે આવી ગયું હતું. તેમ છતાં, કેપ્ટન મચ્છરે અદ્ભુત સૂઝબૂઝ અને સંયમ જાળવીને સાઉદી અરેબિયા (Saudi Arabia)માં વિમાનનું સફળ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું અને તમામ મુસાફરોના જીવ બચાવ્યા હતા.

Smit Machhar ને વડા પ્રધાન નેતન્યાહૂનું વિશેષ આમંત્રણ
સાહસનું પ્રતિક: વડા પ્રધાન નેતન્યાહૂએ કેપ્ટન મચ્છરને સાહસનું પ્રતિક ગણાવતા કહ્યું હતું કે, “તમે માત્ર ઇઝરાયલ (Israel)અને ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હીરો છો.”
સ્વતંત્રતા દિવસનું સન્માન: ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવાનું સન્માન સામાન્ય રીતે માત્ર પોતાના નાગરિકોને આપવામાં આવે છે, પરંતુ આ અસાધારણ કિસ્સામાં કેપ્ટન મચ્છરઆ સન્માનના હકદાર છે.
વૈશ્વિક પ્રશંસા: હાલમાં યુએઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન મચ્છરની આ અદ્ભુત બહાદુરીની સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: કોકપિટ કાંડમાં નવા સવાલો: સ્મિત મચ્છર પર હુમલા પાછળ શું રહસ્ય?
આ પણ વાંચો: ભારતીય પાયલોટ પર હુમલાનો આરોપી હમામ અલ-હમામી: અલ-કાયદાથી પ્રભાવિત હોવાનો દાવો
આ પણ વાંચો: PM મોદીએ સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યુ કે તમારી હિંમતથી મોટી દુર્ઘટના ટળી
