india news/ PM મોદીએ સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યુ કે તમારી હિંમતથી મોટી દુર્ઘટના ટળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના ઘાયલ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)સાથે ફોન પર વાત કરીને તેમની અદભુત બહાદુરીની પ્રશંસા કરી છે અને 174 મુસાફરોના જીવ બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Top Stories India
Smit Machhar સાથે PM મોદીએ કરી વાત

India News :PM મોદીએ ફ્લાયદુબઈના ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar) સાથે ફોન પર વાત કરી તેમની બહાદુરીની પ્રશંસા કરી. હુમલા છતાં કોકપીટનો દરવાજો ખોલી 174 મુસાફરોનો જીવ બચાવ્યો. યુએઈમાં સારવાર લઈ રહેલા ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટેલિફોન પર ખાસ વાતચીત કરી છે. પીએમ મોદીએ કેપ્ટન સ્મિતની અદભુત બહાદુરી અને સાહસની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી તેમજ તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતે પોતાનો સમગ્ર અનુભવ વર્ણવ્યો હતો અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને માનસિક હિંમત ક્યાંથી મળી તે વિશે પણ ચર્ચા કરી હતી.

PM MODI

કેપ્ટન Smit Machhar લોહીથી લથપથ છતાં બચાવ્યા લોકોના જીવ

ઘટનાની વિગતો અનુસાર, કેપ્ટન સ્મિત દુબઈ (Dubai)થી તેલ અવીવ (Tel Aviv)જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 ઉડાવી રહ્યા હતા. ઉડાણ દરમિયાન તેમના કો-પાઇલટે કથિત રીતે વિમાનને ક્રેશ કરવાનો અને અપહરણ કરવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાન કોકપીટમાં બંને પાઇલટો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. આ ભીષણ હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા અને લોહીથી લથપથ થઈ ગયા, તેમ છતાં તેમણે પોતાનો હોશ ન ગુમાવ્યો અને અડગ રહ્યા. તેમની આ દ્રઢતાના કારણે જ તેઓ ગંભીર ઈજાઓ છતાં કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા.

અન્ય મુસાફરોએ લીધું સાહસથી કામ

દરવાજો ખુલતા જ ફ્લાઇટના અન્ય ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો તરત જ કોકપીટમાં દોડી આવ્યા હતા અને હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લઈ લીધો હતો. આ ઉપરાંત, ફ્લાઇટમાં ફરજ પર ન હોય તેવા અન્ય બે ફ્લાયદુબઈ (flydubai)પાઇલટોએ પણ આગળ આવીને વિમાનનો કાબૂ સંભાળ્યો હતો. ત્યારબાદ આ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળીને સલામત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બોર્ડ પર રહેલા 174 મુસાફરોનો જીવ બચી ગયો હતો.

FLYDUBAI

અનેક નેતાઓએ કર્યા સ્મિતના વખાણ

આ સાહસિક પગલાં બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના વૈશ્વિક નેતાઓએ કેપ્ટન સ્મિતના વખાણ કર્યા છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે કેપ્ટન સ્મિતે પોતાના પ્રાનની પરવા કર્યા વિના અદ્ભુત બહાદુરી બતાવીને 9/11 જેવી સંભવિત મોટી દુર્ઘટનાને અટકાવી દીધી છે. ગુજરાત સરકારે પણ તેમની આ વીરતાને બિરદાવતા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.


આ પણ વાંચો :ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટના PM મોદીએ કર્યા વખાણ

આ પણ વાંચો :Flydubai Flightમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટની હાલ તબિયત કેવી છે?

આ પણ વાંચો :ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત