નવી દિલ્હી,
ભારતમાં લોકપ્રિય એપ ટિકટોકને લઇને આજે સુપ્રીમમાં સુનાવણી કરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ટિક ટોક એપ પ્રતિબંધ લાદવાના મદ્રાસ ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ આ અંગે આગામી 22 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આવતીકાલે મદ્રાસ ઉચ્ચતમ ન્યાયાલય આ અંગે સુનાવણી કરવાની હોવાથી સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે 22 એપ્રિલ નક્કી કરી છે.
Supreme Court refuses to stay Madras High Court order imposing a ban on Chinese video app TikTok. A Bench headed by Chief Justice Ranjan Gogoi posts the matter for hearing on April 22 as the case is coming up for hearing tomorrow in Madras High Court.
— ANI (@ANI) April 15, 2019
આપને જણાવી દઇએ કે સર્વોચ્ચ ન્યાયાલય ટિક ટોક એપ પર પ્રતિબંધ લાદવાના કેન્દ્રને નિર્દેશ સંબંધિત મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિરુદ્વ કરાયેલી અરજી પર 15 એપ્રિલના રોજ સુનાવણી કરવા માટે સહમત થયું હતું. ન્યાયાલયે આ એપ મારફતે અશ્લીલ સામગ્રીના લોકો સુધી ફેલાવા પર રહેલી ચિંતાને નજરમાં રાખીને નિર્દેશ આપ્યો હતો.
અગાઉ ઉચ્ચ ન્યાયાલયની મદુરે ખંડપીઠે 3 એપ્રિલના રોજ કેન્દ્રને નિર્દેશ કરીને મોબાઇલ એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ લાદવા કહ્યું હતું. તેઓએ આ એપ મારફતે અશ્લિલ સામગ્રી લોકો સુધી ફેલાતી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.
