New Delhi News/ Flydubai Flightમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટની હાલ તબિયત કેવી છે?

New Delhi News : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flight (Flydubai Flight)માં બનેલી ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં થયેલા હિંસક હુમલા બાદ ભારતીય પાઇલટ (Indian Pilot) કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઈજા થવા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી, કોકપિટ ખોલ્યું. મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં […]

Top Stories India
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flight (Flydubai Flight)માં બનેલી ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

New Delhi News : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flight (Flydubai Flight)માં બનેલી ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં થયેલા હિંસક હુમલા બાદ ભારતીય પાઇલટ (Indian Pilot) કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઈજા થવા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી, કોકપિટ ખોલ્યું. મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો હતો. સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. હાલમાં સ્મિત મચ્છરની હાલત સ્થિર છે. મોદી અને નેતન્યાહૂએ પણ તેમની બહાદુરીને બિરદાવી હતી.

પીએમ મોદીએ સ્મિત મચ્છરને ગણાવ્યા હીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)ની બહાદુરીને બિરદાવતાં તેમને હીરો ગણાવ્યા છે. PM Modiના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે ઘાયલ થવા છતાં સ્મિત માછરે જે હિંમત અને નિશ્ચય દર્શાવ્યો તેના કારણે મોટી દુર્ઘટના ટાળવામાં મદદ મળી.

PM Modiએ સ્મિત મચ્છરના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. તેમણે તેમની બહાદુરી બદલ ગૌરવ વ્યક્ત કર્યું અને મુશ્કેલ પરિસ્થિતિમાં અન્ય લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી.

પત્ની અને માતા-પિતા સાથે પણ વાત કરી

વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. તેમણે સ્મિતની પત્ની અને માતા-પિતાની સાથે વાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ પરિવારને આશ્વાસન આપ્યું હોવાનું જણાવાયું છે. સાથે જ ભારતીય મિશન દ્વારા સ્મિત મચ્છરને શક્ય તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.

કોકપિટમાં હુમલા બાદ ફ્લાઇટમાં મચી હતી અફરાતફરી

30 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટ FZ1073માં કુલ 174 લોકો સવાર હોવાનું જણાવાયું છે. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં ઉડાન દરમિયાન કોકપિટની અંદર કેપ્ટન સ્મિત મચ્છર અને કો-પાયલટ વચ્ચે ગંભીર વિવાદ થયો હતો.

અહેવાલો અનુસાર, કો-પાયલટે સ્મિત મચ્છર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સ્મિત મચ્છર ઘાયલ થયા હતા. ઘટનાની વચ્ચે વિમાનની સ્થિતિ પણ અચાનક ગંભીર બની હતી અને તે ઝડપથી નીચે જવા લાગ્યું હતું.

કોકપિટમાંથી બૂમાબૂમનો અવાજ અને અસામાન્ય સ્થિતિની જાણ થતાં કેટલાક મુસાફરો તથા ક્રૂ સભ્યો કોકપિટ તરફ પહોંચ્યા હતા. ગંભીર ઈજા હોવા છતાં સ્મિત માછરે કોકપિટનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ સભ્યોને અંદર પ્રવેશવાની તક મળી હતી.

અહેવાલ મુજબ, ત્યારબાદ હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં મુસાફર તરીકે સવાર બે ઓફ-ડ્યુટી પાઇલટોએ પણ વિમાનનું નિયંત્રણ સંભાળવામાં મદદ કરી હતી.

તબૂકમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ કેપ્ટન સ્મિત માછરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભારતીય દૂતાવાસ તરફથી મળેલી માહિતી અનુસાર, સ્મિત માછરની હાલત હાલમાં સ્થિર હોવાનું જણાવાયું છે. દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે અને સાઉદી અરેબિયાના સંબંધિત અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક જાળવી રહ્યું છે.

2022થી ફ્લાયદુબઈ સાથે જોડાયેલા છે

કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)ને ઉડ્ડયન ક્ષેત્રમાં લાંબો અનુભવ છે. તેઓ અગાઉ સ્પાઇસજેટ સાથે લગભગ 11 વર્ષ સુધી જોડાયેલા રહ્યા હતા. વર્ષ 2022માં તેઓ ફ્લાયદુબઈમાં જોડાયા હતા.

સ્મિત મચ્છર બોઇંગ 737 વિમાન ઉડાવે છે અને અગાઉ અન્ય પાઇલટોને તાલીમ તથા માર્ગદર્શન આપવાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

નેતન્યાહૂ અને ટ્રમ્પે પણ કરી પ્રશંસા

કેપ્ટન સ્મિત મચ્છર(Smit Machhar)ની બહાદુરીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ તેમની હિંમતની પ્રશંસા કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના અંગે નેતન્યાહૂ સાથે વાતચીત કર્યા બાદ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હોવાનું જણાવાયું છે.

હાલમાં કેપ્ટન સ્મિત મચ્છર તબૂકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, ફ્લાઇટની કોકપિટમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ હુમલાનું કારણ અને ઘટનાક્રમ અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો : અમેરિકામાં એર શો દરમિયાન ફાઇટર જેટ અથડાયા, ચારેય પાઇલટનો આબાદ બચાવ

આ પણ વાંચો : પુલ પર હુમલા પછી ભડક્યું ઈરાન! અમેરિકાનું F-35 જેટ પાડી દીધાનો દાવો, પાયલટ કેદમાં?

આ પણ વાંચો : આ પણ વાંચો :અમરેલીમાં પ્લેન એરપોર્ટ પરથી ઉતર્યુ, પાયલોટનો આબાદ બચાવ