Gujarat Weather: જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૬૬૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૧૨,૧૫૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૮૭ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જામનગરનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ. પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ. દેવભૂમિ દ્વારકાના સિંધાણી. સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રાજકોટના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. રાજ્યના અન્ય ૩૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે.
સરદાર સરોવર સહિત ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૯.૮૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૬.૩૭, કચ્છના ૨૦માં ૨૮.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
જામનગરમાં વરસાદથી 14 જેટલા જળાશયો છલકાયા છે. જિલ્લાના કુલ 25 માંથી 14 જેટલા જળાશયો પાણીથી છલોછલ થયા છે. ફુલઝર 1 અને 2, સપડા, ડાઈ મીણસાર, ઉન્ડ 3, રંગમતી, ફુલઝર (કો.બા ), રૂપાવટી, સસોઈ 2, રૂપારેલ, બાલંભડી, ઉમિયાસાગર, વાગડીયા અને ઉન્ડ 4 સહિતના જળાશયો પાણીથી છલોછલ થયા છે.
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ડેમ ૭૬% ભરાયો છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના અપાઈ છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો
આ પણ વાંચો: ગીર સોમનાથમાં જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જુઓ વીડિયો
આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે
