Not Set/ સુરત: ચાલતી ટ્રેનમાંથી ઉતરી ફાટક ક્રોસ કરવાની લાહ્યમાં 3 યુવાનોનાં મોત

ઉધના અને સુરત રેલવે સ્ટેશન નજીક ત્રણ યુવકો ટ્રેનની અડફેટે આવતા બે યુવકના મોત તો અન્ય એક યુવક હજુ સારવાર હેઠળ છે જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુવકો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે […]

Top Stories Gujarat Surat

ઉધના અને સુરત રેલવે સ્ટેશન નજીક ત્રણ યુવકો ટ્રેનની અડફેટે આવતા બે યુવકના મોત તો અન્ય એક યુવક હજુ સારવાર હેઠળ છે જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુવકો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જો કે, હજુ પણ એક યુવક સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

6 યુવાનો અન્ય ટ્રેનમાં બેસવા ચાલુ ટ્રેને ઉતર્યા અને અકસ્માતે…..

મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે, ટ્રેનમાં રહેલા મુસાફરોએ માર્ગદર્શન આપ્યું હતું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. જેથી યુવાનો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં એક કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફેટે આવેલા ત્રણેયને ઉંચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી બે યુવકો પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18)ને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રવિણ ધીરસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રવિણ નારાયણસિંગની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો રેલવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

આપને જણવી દઇએ કે આ ઘટના પૂર્વે પણ ઘણા લોકો આ રીતે ટ્રેનની હડફેટે આવી ગયા છે અને મોત થયા છે. અગાઉ પણ 16 જેટલા લોકોનાં આ રીતે ચાલતી ટ્રેને ઉતરીને ફાટક ક્રોસ કરી લેવાની લાહ્યમાં મોત થયા હોવા છતા, લોકો દ્વારા થોડા સમય બચાવા માટે આવી રીતે મોતને નિમંત્રણ આપી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.