Gir Somnath News/ ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ઠેરઠેર પાણી ભર્યા છે. ગીરમાંથી આવતી શિંગોડા નદી પર જમજીરનો ધોધ આવેલો છે. પુષ્કળ પ્રમાણમાં…..

Top Stories Gujarat Breaking News

Gir Somnath News: ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમથી મદદ મેળવી શકાશે. કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ સંપર્ક કરવો.

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ઠેરઠેર પાણી ભર્યા છે. ગીરમાંથી આવતી શિંગોડા નદી પર જમજીરનો ધોધ આવેલો છે. પુષ્કળ પ્રમાણમાં ધોધ પરથી પાણી વહી રહ્યું છે. ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો જોવા મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ૭૬% ભરાયો છે. વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં એલર્ટ પર મૂકાયા છે.

તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના અપાઈ છે. ગીર સોમનાથના વેરાવળ અને આસપાસમાં વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. હાઈવે ઓથોરિટીએ પાણીનો નિકાલ ન કરતા લોકોને હાલાકી પડી છે.

ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ છે. બીજી બાજુએ મધ્ય ગુજરાતમાં મધ્યમ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે. રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં 227 મી.મી., જુનાગઢ જિલ્લામાં 176 મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં 86 મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં 46 મી.મી., નવસારી જિલ્લામાં 41 મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે