Porbandar News/ પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે

પોરબંદરનું ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં………..

Top Stories Gujarat Breaking News

Porbandar News: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યની શાળોમાં રજા જાહેર કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. દ્વારકા અને પોરબંદરમાં જળ પ્રકોપ યથાવત્ છે. છેલ્લા 36 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો છે.

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પૂરગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવવા પોરબંદર જવા રવાના થઈ ગયા છે. પોરબંદરનું ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં અંદાજે 26 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે ઘેડ બેટમાં ફેરવાયું છે. ચોમાસાની સિઝનમાં બીજીવાર ઘેડ પંથકમાં પૂર આવ્યું છે. કડછ, મોચા, બગસરા, અમીપુર ગામોમાં પાણી ઘૂસ્યા છે. કડછ ગામમાં પણ ઉપરવાસના પાણી ઘૂસ્યા છે.

લોકોની હાલત કફોડી બની ગઈ છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા બપોરે સ્થિતિનું નિરીક્ષણ કરશે. માણસોની સાથે પશુઓ પણ તણાઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર અને ફૂડ પેકેટ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હજુ ઘરો, દુકાનો, તેમજ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. વીજ પુરવઠો ખોરવાયો છે. શાળામાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે. પોરબંદર વહીવટીતંત્રએ સાવચેતીના પગલા લેવા લોકોનું સ્થળાંતરણ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં ભાડે મૂકવાના નામે સવાપાંચ કરોડની ઠગાઈ