Gandhinagar News/ સરકારે જાહેર કર્યા શિક્ષકોની બદલીના નિયમ

સરકારે ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બદલીના નિયમ જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આમ રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે.

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News: સરકારે ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બદલીના નિયમ જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આમ રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

તેના ઉદાહરણ તરીકે જોઈએ તો બાલવાટિકાથી પાંચમાં ધોરણ સુધી 150 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આ જ રીતે ધોરણ છથી આઠમાં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આમ બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી 150થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય. આ રીતે મહેકમ ગણવાની પદ્દતિ અપનાવાઈ છે. પછી વધુ નિયમો સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી જાહેર કરવામાં આવશે. સરકારના નિર્ણયને

આ ઉપરાંત જિલ્લા આંતરિક બદલે ત્રણ વર્ષ બાદ કરી શકાશે અને જિલ્લા ફેરબદલી પાંચ વર્ષ પછી કરી શકાશે. આ સિવાય 50 ટકા જગ્યા અગ્રતાથી અને બાકીની જગ્યા શ્રેયતાથી ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોએ બદલીના નિયમોને લઈ આંદોલન કર્યુ હતું. હવે સરકારની આ જાહેરાતથી શિક્ષકોને રાહત થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસને થાપ આપી ભાગી છૂટેલો નામચીન મોન્ટુ નામદાર પકડાયો

આ પણ વાંચો: મહેસાણામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો