Wankaner News: મોરબી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામ નજીક એક કરુણ દુર્ઘટના (Kotda Nayani Accident) બની છે. વરસાદી પાણીથી ભરાયેલા કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતી રિક્ષા પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતાં પિતા અને પુત્ર પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટનામાં પિતાનું મોત થયું છે, જ્યારે તેમના સાત વર્ષના પુત્રની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને ફાયર વિભાગ સહિતની ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.
Kotda Nayani Accident: માઠા પ્રસંગમાં જતા સમયે સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટથી કોટડા નાયણી (Kotda Nayani Accident) ગામ તરફ એક માઠા પ્રસંગમાં હાજરી આપવા માટે સિરાજભાઈ ખમીસા કાતિયાર (ઉંમર 40) પોતાના સાત વર્ષના પુત્ર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા.કોટડા નાયણી (Kotda Nayani Accident) ગામ નજીક આવેલા કોઝવે પર વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં રિક્ષા પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન પાણીના જોરદાર પ્રવાહમાં રિક્ષા તણાઈ ગઈ અને બંને પિતા-પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયા.
ફાયર વિભાગે પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન સિરાજભાઈ કાતિયારનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે, તેમના સાત વર્ષના પુત્રનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર વિભાગ અને સ્થાનિક બચાવ ટીમો બાળકની શોધખોળ યુદ્ધના ધોરણે કરી રહી છે.
ભારે વરસાદથી કોઝવે બન્યા જોખમી
મોરબી જિલ્લામાં સવારથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક નદી-નાળા અને કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા નાગરિકોને પાણી ફરી વળેલા કોઝવે અને નીચાણવાળા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે.
સાવચેતી રાખવા તંત્રની અપીલ
વહીવટી તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે વરસાદી માહોલમાં પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. પાણીનો પ્રવાહ ઓછો લાગે તો પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાત પર આગામી 48 કલાક ભારે સંકટ! 10 જિલ્લામાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ
આ પણ વાંચો:ગઢડાના બોડકી ગામે 15 ફૂટ ઊંડા પાણીના ખાડામાં પડી મહિલાનું મોત, પગ લપસતા સર્જાઈ દુર્ઘટના
