- સુરતમાં એક કરોડની હેરાફેરીનો પર્દાફાશ
- ચૂંટણી ટાણે બે શખ્સો માતબર રકમ સાથે ઝડપાયા
- સારોલી પોલીસે એક કરોડની વધુની રકમ જપ્ત કરી
- નિયોલ ચેકપોસ્ટ પાસે મોટી કાર્યવાહી
- ચેકપોસ્ટ નજીક ચાલતા ઝડપાયા શખ્સો
- 2 શખ્સો પાસે કિલો સોનું,50 લાખ રકોડ મળી
- બંને શખ્સો આવ્યા હતા લકઝરી બસમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવોસ જ બાકિ છે ત્યારે રાજ્યમાં રોકડ રકમ પકડાઇ રહી છે. સુરતમાંથી પોલીસે બે શખ્સોને માતબર રકમ સાથે ઝડપી પાડયા છે. ચૂંટણી સમયે સુરતના સારોલી પોલીસે એક કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિયોલ ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન આ બેશખ્સો ઝડપાયા હતા. આ બંને શખ્સો લકઝરીમાં આવ્યા હતા અને પોલીસે તેમની તપાસ હાથ ધરતા તેમની પાસેથી 50 લાખ રુપિયા રોકડા અને એક કિલો સોનું મળી આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે પોલીસે હાલ બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે,આ રોકડ રકમ અને સોના વિશે સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.
