Political/ કંગનાનાં આઝાદી નિવેદન પર નેતાજી સુભાષચંદ્ર બોઝનાં દીકરીએ કહ્યુ- માત્ર અહિંસાથી નથી મળી આઝાદી

મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝને લઈને કંગના રનૌતનાં નિવેદનથી નવો વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન કંગનાનાં નિવેદન પર સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝની પ્રતિક્રિયા સામે આવી છે.

Top Stories India
નેતાજીની દીકરી

નેતાજીની પુત્રી અનિતા બોઝે અભિનેત્રી કંગના રનૌતનાં મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ પરનાં નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. આપને જણાવી દઇએ કે, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ નેતાજીને અંગ્રેજોને સોંપવાનાં કંગના રનૌતનાં દાવા પર અનિતા બોઝે કહ્યું છે કે, ગાંધીજીએ નેતાજી સહિત ઘણા લોકોને પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો – શોષણ પર સકંજો / બાળ શોષણ અટકાવવા ગયેલી CBI ટીમ પર ગ્રામજનોએ કર્યો હુમલો, પોલીસે જીવ બચાવ્યો

મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝને લઈને કંગના રનૌતનાં નિવેદનથી નવો વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન કંગનાનાં નિવેદન પર સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, મારા પિતાનો સ્વભાવ ખૂબ જ જટિલ હતો અને ગાંધીજીને લાગતું હતું કે તેઓ નેતાજીને નિયંત્રિત કરી શકે છે, પરંતુ તેઓ તેમ કરી શક્યા ન હોતા. બીજી તરફ મારા પિતા (સુભાષચંદ્ર બોઝ) ગાંધીજીનાં મોટા ચાહક હતા. અનિતા બોઝે કહ્યું કે, મારા પિતાની અંદર પોતાના કામને લઇને ગાંધીજીની પ્રતિક્રિયા વિશે ઉત્સુકતા રહેતી હતી. એક અહેવાલ અનુસાર, કંગના રનૌતની ટિપ્પણી પર અનિતા બોઝની પ્રતિક્રિયા લેવામાં આવી હતી, જેમાં કંગનાએ કહ્યું હતું કે, ગાંધી અને નેહરુ બન્ને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે તૈયાર હતા. કંગનાનાં આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા અનિતાએ કહ્યું, “એ વાતને નકારી શકાય નહીં કે નેતાજી અને ગાંધી બન્ને આપણા હીરો રહ્યા છે, તેમના યોગદાનથી દેશને આઝાદી મળી હતી. એક વિના બીજા શક્ય નથી.” પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર, કંગનાએ દાવો કર્યો હતો કે, સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નહોતુ. આ સાથે અભિનેત્રીએ ગાંધીજીનાં અહિંસાનાં મંત્રની મજાક ઉડાવતા કહ્યું હતુ કે, કોઈની સામે બીજો ગાલ ધરવાથી ભીખ મળે છે, સ્વતંત્રતા નહી.

આ પણ વાંચો – ગુજરાત /  અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ

તેમણે કહ્યું કે, નેતાજી અને ગાંધી મહાન નાયકો હતા જેમણે ભારતની આઝાદી માટે લડત આપી હતી. એક બીજા વિના બન્ને અસ્તિત્વમાં ન હોઈ શકે. આ એક ગઢજોડ હતુ. એવું નથી કે કોંગ્રેસનાં કેટલાક સભ્યોએ લાંબા સમય સુધી એવો દાવો કરવાનો પ્રયાસ કર્યો કે ભારતની આઝાદી માટે માત્ર અહિંસક નીતિ જ જવાબદાર છે. આપણે બધા જાણીએ છીએ કે નેતાજી અને INA (ઇન્ડિયન નેશનલ આર્મી) ની ક્રિયાઓએ પણ ભારતની આઝાદીમાં ફાળો આપ્યો હતો. બીજી બાજુ, એ દાવો કરવો વાહિયાત હશે કે માત્ર નેતાજી અને INAએ ભારતને આઝાદી અપાવી. ગાંધીજીએ નેતાજી સહિત અનેક લોકોને પ્રેરણા આપી હતી.