Not Set/ દીદીનાં હાથમાંથી સરકી રહ્યું છે પં.બંગાળ , નગર પાલિકામાં TMCનાં સુપડા સાફ

લોકસભામાં જોવા મળેલા માદી મેઝીકનાં પડઘા હજુુ પણ પશ્ચિમ બંગાળમાં સંભળાય રહ્યા હોય તેમ દીદી માટે એક પછી એક હારનો સ્વાદ ચાખવોનો વારો આવ્યો છે. લોકસભા ચૂંટણીથી શરૂ થયેલો રકાસ ઉભો રહેવાનું નામ નથી લઇ રહ્યો. જી હા ફરી દીદીને ભારે માઠી હારનો સામનો કરવાનો વારો આવ્યો છેે. પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નગર નિગમમાં પણ ભાજપે ભગવો […]

Top Stories India Politics

લોકસભામાં જોવા મળેલા માદી મેઝીકનાં પડઘા હજુુ પણ પશ્ચિમ બંગાળમાં સંભળાય રહ્યા હોય તેમ દીદી માટે એક પછી એક હારનો સ્વાદ ચાખવોનો વારો આવ્યો છે. લોકસભા ચૂંટણીથી શરૂ થયેલો રકાસ ઉભો રહેવાનું નામ નથી લઇ રહ્યો. જી હા ફરી દીદીને ભારે માઠી હારનો સામનો કરવાનો વારો આવ્યો છેે. પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નગર નિગમમાં પણ ભાજપે ભગવો લહેરાવી દીધો છે.

ભાટપારા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે તૃણમુલ કોંગ્રેસનો સફાયો કરી નાખતા તમામ 26 બેઠકો જીતી લીધી છે. 26માંથી 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળતા TMCનાં સુપડા સાફ થઇ ગયા છે અને ભાજપે ક્લિન સ્વાઇપ મારતા દીદીને મોટો ઝટકો આપ્યો છે. સમગ્ર નગરપાલિકામાં મમતા બેનરજીની પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી

26-0થી જીત હાસલ કરતા ભાટપારા મહાનગર પાલિકાનાં પ્રમુખ તરીકે ભાજપનાં સૌરવ સિંહને ચૂંટાવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી બાદથી જ ભટપારા નગરપાલિકા પર કબ્જા મુદ્દે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ભારે માંઠાગાંઠો જોવા મળી રહી હતી.ત્યારે આજે આવેલા પરિણામોએ તૃણમુલ કોંગ્રેસનો શરમજનક સ્થિતીમાં મુક્યાની સાથે સાથે પં. બંગાળમાં TMCનાં વળતા પણીનો પણ અહેસાસ કરાવી દીધો છે.