Not Set/ ઇંગ્લેન્ડમાં ટ્રમ્પનો ભારે વિરોધ, લાખો લોક આવ્યા રોડ પર

અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ હાલ ઇંગ્લેન્ડની સત્તાવાર મુલાકાતે છે ત્યારે ઇંગ્લેન્ડમાં ટ્રમ્પનો ભારે વિધોર જોવા મળી રહ્યો છે. લાખો લોક ટ્ર્મ્પનાં વિરોધમાં રોડ પર આવી ગયા છે. આમતો વિરોધનો શુરુ ટ્રમ્પનાં લંડન આગમન સાથે જ લંડનનાં પ્રથમ નાગરિક દ્રારા જ છેડી દેવામા આવ્યો હતો. જોકે ટ્રમ્પ દ્રારા પણ વિરોધનો બરોબર જવાબ આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના […]

Top Stories World

અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ હાલ ઇંગ્લેન્ડની સત્તાવાર મુલાકાતે છે ત્યારે ઇંગ્લેન્ડમાં ટ્રમ્પનો ભારે વિધોર જોવા મળી રહ્યો છે. લાખો લોક ટ્ર્મ્પનાં વિરોધમાં રોડ પર આવી ગયા છે. આમતો વિરોધનો શુરુ ટ્રમ્પનાં લંડન આગમન સાથે જ લંડનનાં પ્રથમ નાગરિક દ્રારા જ છેડી દેવામા આવ્યો હતો. જોકે ટ્રમ્પ દ્રારા પણ વિરોધનો બરોબર જવાબ આપવામાં આવ્યો હતો.

ટ્રમ્પના વિરોધમાં ઉત્તરો વધોરો જોવા મળી રહ્યો છે અને લાખો લોકો ટ્રમ્પના વિરોધમાં રીતસરનાં રોડ પર ઉત્તરી આવ્યા છે. આપને જણાવી દઇએ કે લગભગ 2.50 લાખ કરતા વધુ લોકો ટ્રમ્પનાં વિરોધમાં પાર્લામેન્ટ સ્ક્વેર પર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. ટ્રમ્પ ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન થેરેસા મેની મુલાકાત માટે જેવા પાર્લામેન્ટ સ્ક્વેર પહોંચ્યા કે ત્યાં વિરોધીઓ દ્રારા આનોખું વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એકઠાં થયેલા લોકો દ્રારા લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં ટ્રમ્પનું 20 ફૂટ ઉંચું બેબી બલૂન લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તો લોકો દ્રારા ટ્રમ્પને ગોલ્ડન ટોઇલેટમાં બેઠેલાં દર્શાવવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ વિરોધીઓ દ્રારા ટ્રમ્પનો 16 ફૂટનો ઉંચો બોલતો રોબોટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પનો બોલતો રોબોટ અમેરિકન નાગરિક ડોન લીસમે જ 25 હજાર ડોલરમાં બનાવી આપ્યા છે. આ રોબોટ ટ્રમ્પની શૈલીમાં જ ટ્રમ્પ દ્વારા ઘણીવાર બોલાતા વાક્યો બોલ છે.