Ahmedabad/ મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી

NCB નાં અધિકારીની ખોટી ઓળખ આપી ઠગાઈ કરનારી ગેંગના 3 ગઠિયા ઝડપાયા

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad News : મુંબઈથી એક વ્યક્તિએ ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને પોતે NCBના અધિકારી તરીકેની ઓળખ આપીને રૂ. 9,76,400 ની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ બનાવની વિગત મુજબ મુંબઈથી એક વ્યક્તિએ ફેડેક્સ કુરિયર કંપની મારફતે પાર્સલ મોકલ્યું હતું. દરમિયાન પોતે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના અધિકારી હોવાની
ખોટી ઓળખ આપીને આરોપીઓએ આ પાર્સલમાં નાર્કોટિકેસ ડ્ર્ગલ હોવાનું પાર્સલ મોકલનારી વ્યક્તિને જણાવ્યું હતું. જેને કારણે પાર્સલ મોકલનાર ગભરાઈ ગયો હતો.બીજીતરફ આરોપી ગેંગે આ વ્યક્તિ પાસે SKYPE એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ વ્યકિતના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.10,00,000 ની પ્રિએપ્રિવ્ડ લોન મંજુર કરાવી લીધી હતી. બાદમાં આ ગેંગે લોનના રૂ. 9,76,400 છળકપટથી મેળવી લઈને ઠગાઈ કરી હતી.

આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આ ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ ગેંગ દ્વારા આ પ્રકારે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતાને પગલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઈન્દ્રજીત એન.પવાર, રાહુલ બી.હેગલોત અને કૈલાશ આર.કુકણાની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી રાજસ્થાનના બીકાનેરના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે સિવાય આરોપીઓ ફરીદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા એક ગુનામાં  હરીયાણા ફરીદાબાદ ખાતેની નિમકા જેલ કોર્ટ કસ્ટડીમાં હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે નિમકા જેલ પહોંટીને જરૂરી કાનૂની કાર્યવાહી કરીને ત્રણેય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં હાજર કરાતા તેમને 26 જુલાઈ 2024 સુધીની પોલીસ કસ્ટડી મળી છે.

તપાસમાં આરોપી ઈન્દ્રજીત પવાર રાજસ્થાનના બીકાનેરમાં અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપીને રૂ.5,000 થી રૂ.8,000માં એકાઉન્ટ ખરીદી આ એકાઉન્ટ હોલ્ડરની સહીઓ , ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, સીમ કાર્ડ વેગેર મેળવી લેતો હતો. બાદમાં એકાઉન્ટની વિગતો રાહુલ ગેહલોતને નામે મોકલી આપતો હતો. જે Binance એપ્લિકેશનના માધ્યમથી JACK અને  BERT નામની ચાઈનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગતો મોકલી આપતો હતો. બાદમાં આ બન્નેને ચાઈનીઝ વ્યક્તિઓ લોકોને ફેડેક્સ કુરૂયરમાં ડ્રગ્સ હોવાનું જણાવીને એનડીપીએસનો કેસ કરવાનો ડર બતાવતા હતા. ઉપરાંત શેર માર્કેટમાં  મોટો લાભ કમાવી આપવાની લાલચ આપીને  છેતરપિંડીથી નાણાં મેળવી લઈને આ નાંણા આરોપી ઈન્દ્રજીત પવાર દ્વારા મેળવવામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને આ એકાઉન્ટમાંતી એકાઉન્ટ હોલ્ડરનો સહી કરેલો ચેક બેન્કમાં લઈ જઈને આરોપી કૈલાશ કુકણા બેન્કમાંથી નાણાં ઉપાડી લેતો હતો.

ત્રણેય આરોપીઓ પાસેથી હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઈમ પોલીસે જીઓ કંપનીના 95 સીમકાર્ડ તથા અલગ અલગ બેન્કની 65 ચેકબુક, 61 એટીએમ કાર્ડ વગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત રૂ.9,50,000 કબજે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ વિરૂધ્ધ ફરીદાબાદ સાયબર ક્રાઈમ, અમદાવાદ સાયબર ક્રાઈમ ઉપરાંત દિલ્હી સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારીમાં રાત્રે જ છ ઇંચ વરસાદ ખાબક્યો, સવાર સુધીમાં તો શહેર પાણીમાં

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ, ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી

આ પણ વાંચો: વડોદરા 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, લોકોને મગરોનો લાગતો ડર