Rajkot News/ રાજકોટ ફાયરિંગ કેસમાં SOGએ 3 આરોપીને ઝડપ્યા

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ (Rajkot Firing Case)માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Gujarat Rajkot
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ (Rajkot Firing Case)માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Rajkot News : રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ (Rajkot Firing Case)માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન હિસ્ટ્રીશીટર રામદેવ ડાંગર પાસેથી બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.

રાજકોટ ફાયરિંગ કેસ (Rajkot Firing Case)માં ત્રણ હથિયારો અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

આ કેસમાં પોલીસે કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ અજય ચુડાસમાને પણ ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ હથિયારો અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે 38 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ફાયરિંગ પાછળના કારણો તેમજ અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ હાથ ધરાઈ છે.


આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ પાસે એનકાઉન્ટર, હુમલાખોરે સીક્રેટ સર્વિસ પર કર્યું ફાયરિંગ, ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક?

આ પણ વાંચો : ગુજરાત આવી રહેલા ભારતીય જહાજને ઈરાને હોર્મુઝમાં રોક્યું, IRGC એ ફાયરિંગ કરી કબજો લીધો

આ પણ વાંચો : કચ્છમાં ધોળા દિવસે ફાયરિંગ! ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ પાસે વૃદ્ધની હત્યા કરી હુમલાખોરો ફરાર