Ahmedabad News/ PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ લાગુ કરાશે

પીએમ મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં. સ્ટાફ માટે ‘Car Pooling’ નો નિર્ણય લેવાયો. જાણો કેમ વર્ક ફ્રોમ હોમ લાગુ ન કરાયું.

Top Stories Ahmedabad Gujarat
Gujarat University Car Pooling

Gujarat University Car Pooling: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના યુદ્ધ સંકટને પગલે દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને વર્ક ફ્રોમ હોમ કરવા માટે ખાસ અપીલ કરી હતી. પીએમની આ અપીલની સૌથી પહેલી અને સકારાત્મક અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ એવી સરકારી યુનિવર્સિટી બની છે, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’ (Car Pooling) નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’: શું છે નવો નિયમ?

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલને સમર્થન આપવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ ખાસ નિર્ણય લેવાયો છે.

Car Pooling: નિયમ શું છે?

જે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની કાર લઈને યુનિવર્સિટી આવે છે, તેમણે હવે પોતાના રૂટ પર આવતા, આસપાસ કે નજીકના વિસ્તારમાં રહેતા અન્ય કર્મચારીઓને પોતાની સાથે કારમાં લઈને આવવાનું રહેશે.

આનાથી કેમ્પસમાં આવતા વાહનોનો વપરાશ ઘટશે અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત થશે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે.

હાલ ‘વર્ક ફ્રોમ હોમ’ કેમ લાગુ નથી કરાયું?

પીએમ મોદીએ વર્ક ફ્રોમ હોમની પણ અપીલ કરી હતી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પૂરતો આ નિર્ણય લેવાયો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે: 1. હાલમાં યુનિવર્સિટીમાં ટીચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે. 2. અત્યારે કોલેજોની ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વહીવટી અને નોન-ટીચિંગ સ્ટાફની કેમ્પસમાં હાજરી ફરજિયાત છે. જોકે, પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને વર્ક ફ્રોમ હોમ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.

પીએમ મોદીએ વડોદરાથી શું કરી હતી અપીલ?

ઉલ્લેખનીય છે કે, 11 મેના રોજ વડોદરામાં સરદાર ધામ-3 ના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધને આ દાયકાનું સૌથી મોટું વૈશ્વિક સંકટ ગણાવ્યું હતું.

ક્રૂડ ઓઈલની સમસ્યા: ભારત ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભર છે અને જે પશ્ચિમ એશિયામાંથી દુનિયાને ક્રૂડ મળે છે, ત્યાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે.

દેશવાસીઓને શું કહ્યું?: પીએમએ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ (મેટ્રો, EV બસ) નો મહત્તમ ઉપયોગ કરવા અને બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા કહ્યું હતું. સાથે જ પ્રાઇવેટ અને સરકારી ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ, વર્ક ફ્રોમ હોમ અને શાળાઓમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો.


આ પણ વાંચો : અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો

આ પણ વાંચો : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નકલી PSIનો પર્દાફાશ

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં ખંડણી કૌભાંડ, 75 લાખની લેતીદેતીનો ઓડિયો વાયરલ