Gujarat/ પાકિસ્તાન દ્વારા ૨૦ ભારતીય માછીમારો મુક્ત, ટૂંક સમયમાં આવશે વતન

ભારતની જેેલમાં અદાજે ૮૦ આસપાસ પાકિસ્તાન માછીમારો કેદ છે. બને દેશના રાજદ્વારી સંબંધોની ડિપ્લોમેસી રુલ્સ મુજબ અને પરસ્પરના સંબધો અને વિદેશનીતિ અનુસાર કેદ અને મુક્તિ નક્કી થતી હોય છે.

Top Stories Gujarat

પાકિસ્તાન કેદ ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની કેદમાં લાંબા સમયથી કેદ મજૂર માછીમારો આખરે મુક્ત બની વાઘા બોર્ડર પર પાકિસ્તાનના અધિકારીઓ વિધિવત રીતે ભારતીય અધિકારીઓને મુક્ત થયેલા માછીમારોને સોંપવામાં આવશે. આ ગરીબ અને લાચાર માછીમારો પોતાના પરિવાર સાથે મળશે.

જેલમાં દેશમાં હોય તો પણ સજા આકરી લાગે છે તો અહી તો પારકા દેશમાં જયારે કેદ કરવામાં આવે અને એ પણ ૫૦-૧૦૦ રૂપિયાની કાળી મજૂરી કરતા દરિયાઈ મજૂરોને તો તેના પરિવાર ઉપર પણ આભ તૂટી પડે તેવુ જ અસહ્ય બનાવ બને છે. પાકિસ્તાન સેન્ટ્રલ જેલમાંથી મુકત બની સ્વદેશમા આ ગરીબ અને લાચાર માછીમારો ગુજરાત ટૂંક સમયમાં આવશે.

તેઓ વાઘા બોર્ડર આવ્યા બાદ તેઓેને વેરાવળ ખાતે લાવવામાં આવશે અને ખાતાકીય કાર્યવાહી માથી પસાર થયા બાદ તેમના પરિવાર સાથે તેઓ મળશે. ભારત અને પાકિસ્તાન દરિયાઈ વિવાદાસ્પદ જળસીમાઓ પાસે અને ઘણીવાર એકબીજાની અજાણતા બોર્ડર ક્રોસ કરતા માછીમારો માછીમારી કરતા બને દેશની સલામતી સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોને દરિયાઇ મજૂરોને પારકા દેશમાં કેદ થવું પડે છે. ત્યારબાદ વર્ષો સુધી ગરીબ અને લાચાર મજૂર માછીમારો જેલોમાં અને તેમનો પરિવાર પણ અસહ્ય વેદના સહન કરવા મજબૂર બને છે.

આજથી આશરે દશ માસ અગાઉ જયારે ચાલુ વરસાદમાં અનેક મહિલાઓ સાથે એક વિચાર એક ભારતના પ્રેરક રાજેશ સોલંકી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કલેકટરના માધ્યમથી પ્રધાનમંત્રીને લેખિતમા અને મૌખિક મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી અને સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરતા સત્વરે જૂનાગઢ – ગીર સોમનાથ જિલ્લાના સંવેદનશીલ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા અમિત શાહને રૂબરૂ રજૂઆત કરી હતી. અને આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ તો અનેક લીગલ રજૂઆતો કરવામાં આવી અને પાકિસ્તાનની કેદમાથી કેટલાક ભારતીય માછીમારો મુક્ત બન્યા હતા. ત્યારબાદ તો બંને દેશોની સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોની ધરપકડ અને વિવાદો ચાલુ જ રહ્યા.  ફાયરિંગ પણ થયા અને ઘણા લોકો કેદ પણ થયા આજે પાકિસ્તાન કેદમાં આશરે ૬૦૦ માછીમારો છે.

અને ભારતની જેેલમાં અદાજે ૮૦ આસપાસ પાકિસ્તાન માછીમારો કેદ છે. બને દેશના રાજદ્વારી સંબંધોની ડિપ્લોમેસી રુલ્સ મુજબ અને પરસ્પરના સંબધો અને વિદેશનીતિ અનુસાર કેદ અને મુક્તિ નક્કી થતી હોય છે. પરતુ કેટલાક વર્ષોથી બને દેશો વચ્ચેના સબંધો વણસેલા હોવાથી આ પ્રશ્રનો ઉકેલ ગંભીર બાબત બની છે. આવી તણાવયુક્ત પરિસ્થિતિમાં પણ હમણા જ સતા પરિવર્તન થયુ ત્યારબાદ પાકિસ્તાન સતાધિશો દ્વારા ૨૦ માછીમારોને મુક્ત કરીને અટીરી વાધા બોડૅર પર મોકલી આપવામાં આવ્યા છે જયાંથી ગુજરાત સરકાર મત્સયોધોગ વિભાગ તેમનો વિધિવત કબ્જો સંભાળશે.

કરાચીની મલિર ડિસ્ટ્રિક્ટ જેલમાંથી મુક્ત થયા બાદ માછીમારોને બસ દ્વારા લાહોર મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વાઘા બોર્ડર દ્વારા ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવશે. ૨૦ માંથી ૧૩ માછીમારો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના, છ દેવભૂમિ દ્વારકાના અને એક જામનગરના છે. પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સીએ ૨૦૧૮માં ગેરકાયદેસર રીતે તેમને પકડી લીધા હોવાનો આરોપ લગાવતા તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ અન્ય ૬૦૦ ભારતીય માછીમારો અંગે સરકારને વિનતી કરતા રજૂઆત કરી હતી. ભારત સરકાર તેમની મુક્તિ સુરક્ષિત કરી શકશે તેવા શુભાષય સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી અને રાષ્ટ્રપતિશ્રી ભારત સરકારને વિનતી કરી હતી. તેમજ વખતોવખત પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે. સરકારે ૬૦૦ ભારતીયોની સામે આ ૭૦/૮૦ પાકિસ્તાની માછીમારોની અદલાબદલી માટે વિશેષ પ્રોજેક્ટ કે ફોર્મ્યુલા પર કામ કરવું જોઈએ તેમજ જરૂર જણાય તો યુનોમાં આ મામલાને પ્રસ્તુત કરી સત્વરે ન્યાયિક કાર્યવાહી કરવી જોઈએ. બને દેશો વચ્ચેના ઘણા વાટઘાટો બાદ પાકિસ્તાન કેદ માછીમારો મુક્ત બન્યા છે ત્યારે તેમના પરિવારો આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છે. દેશની સમુદ્ર સંપતિનું વહન કરતા માછીમારો પણ દેશ માટે તો કિમતી જ છે.

Covid 19 Cases /  અમદાવાદનો પોશ વિસ્તાર જોધપુરમાં નોધાયા સૌથી વધુ કોવિડ-19 કેસ