Not Set/ ગુજરાત/ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા નારાજ, પાર્ટી પર કર્યો સીધો પ્રહાર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપનાં નેતાઓનો નારાજગીનો દૌર ચાલી રહ્યો છે. પહેલા કેતન ઈનામદાર પછી મધુ શ્રીવાસ્તવ અને હવે ભાજપનાં એક દિગ્ગજ નેતા મનસુખ વસાવા પણ નારાજ હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ નારાજગી રાજ્યનાં અધિકારી સામે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપનાં નેતાઓ એક પછી એક નારાજ થઇ રહ્યા છે. હવે તેમા […]

Top Stories Gujarat Others

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપનાં નેતાઓનો નારાજગીનો દૌર ચાલી રહ્યો છે. પહેલા કેતન ઈનામદાર પછી મધુ શ્રીવાસ્તવ અને હવે ભાજપનાં એક દિગ્ગજ નેતા મનસુખ વસાવા પણ નારાજ હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ નારાજગી રાજ્યનાં અધિકારી સામે વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભાજપનાં નેતાઓ એક પછી એક નારાજ થઇ રહ્યા છે. હવે તેમા ઉમેરો કર્યો છે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા કે જેઓ પક્ષથી નારાજ હોવાનુ સામે આવ્યુ છે. મનસુખ વસાવાએ ગુજરાતમાં અધિકારી રાજ હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. આ આરોપ તેમણે રાજ્યનાં અધિકારી સામે લગાવ્યો છે. ભાજપ સાંસદે ગુજરાતમાં આદિવાસીઓનાં હિતને લઇને આરોપ લગાવ્યો છે. તેમણે આ મુદ્દે સરકારને ખુલ્લી પાડાવાની પણ ચિમકી આપી છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં સરકાર કોઇપણ હોય આદિવાસી હિત માટે જરૂર લડીશું.

ઉલ્લેખનીય છે કે, આવુ પહેલીવાર નથી બન્યુ કે, ભાજપનાં આ સાંસદ નારાજ થયા હોય આ પહેલા પણ તેઓ જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેકટર વિરુદ્ધ આદિવાસીઓને ધમકાવવાનો ગંભીર આક્ષેપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લગાવ્યો હતો, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો.

સમગ્ર અહેવાલ માટે જુઓ મંતવ્ય ન્યૂઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.