Ahmedabad News/ દુબઈ ફરવા ગયેલા પાલડીના પરિવારનું બંધ મકાન તસ્કરોએ તોડ્યું, દાગીના-રોકડ સહિત ₹17.84 લાખની ચોરી

Paldi House Theft: અમદાવાદના પાલડીમાં પરિવાર દુબઈ ફરવા ગયો હતો ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, ₹10 લાખની રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત ₹17.84 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Paldi House Theft: દુબઈ ગયેલા પરિવારના ઘરમાં મોટી ચોરી, પાલડીમાં ₹17.84 લાખનો હાથફેરો

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના (Paldi House Theft) સામે આવી છે. પરિવાર સાથે દુબઈ ફરવા ગયેલા ફેક્ટરી સંચાલકના ઘરમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ ₹17.84 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના દરવાજા અને કબાટનાં તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. આ મામલે પોલીસ (Gujarat Police) ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Paldi House Theft: પરિવાર દુબઈ ગયો ત્યારે બંધ મકાનને બનાવ્યું નિશાન

પાલડીમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત રમેશભાઈ જાની 9 ઓક્ટોબરે બપોરે પરિવાર સાથે ઘર બંધ કરીને દુબઈ ફરવા ગયા (Dubai Trip) હતા. તેઓ 15 ઓક્ટોબરે સવારે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.

ઘરમાં તપાસ કરતાં પહેલા માળે આવેલા તૃષિતભાઈ અને તેમના નાના ભાઈ રૂષિતના બેડરૂમના દરવાજા તથા લાકડાના કબાટનાં તાળાં પણ તૂટેલા હતાં. બંને રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. કબાટમાં રાખેલા ગોદરેજ કંપનીના લોકર પણ તોડી નાખવામાં આવ્યા હતા.

સોના-ચાંદી અને ₹10 લાખની રોકડની ચોરી

ફરિયાદ મુજબ, તસ્કરો બંને બેડરૂમમાંથી કિંમતી સામાન લઈ ગયા હતા. ચોરાયેલા મુદ્દામાલમાં આશરે 128 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત ₹6.40 લાખ જણાવાઈ છે, 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના અને સિક્કા, જેની કિંમત ₹1.04 લાખ છે, તેમજ અલગ-અલગ દરની ₹10 લાખની રોકડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આશરે ₹40 હજારની કિંમતનું ડીવીઆર અને આઈપેડ પણ ચોરાયા હતા. આમ, કુલ ₹17.84 લાખની ચોરી થયાની ફરિયાદ (Ahmedabad Crime News) નોંધાઈ છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: હિંમતનગરમાં પોલીસને પડકાર આપતા તસ્કરો, SP કચેરી બાજુના જ મકાનમાં સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી

આ પણ વાંચો: વિસનગરમાં ચંદનનાં 14 વૃક્ષો કાપીને ચોરી, તસ્કરો રાતોરાત ફરાર થતાં ચકચાર

આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિર પરિસરમાં ચોરી કરતી ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ, 6 શખ્સ ઝડપાયા