international news/ UAEમાં 23 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, 14નાં મોત; મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષીય કિશોર સહિત 4 ભારતીયો

UAE Road Accident News: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં શેખ ખલીફા બિન જાયદ રોડ પર ટ્રક સહિત 23 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત (UAE Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો અને ગુજરાતના […]

Top Stories World Breaking News
UAE Accident: UAEમાં 23 વાહનોનો ભીષણ અકસ્માત, 14નાં મોત; ચાર ભારતીયોનો પણ સમાવેશ

UAE Road Accident News: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં શેખ ખલીફા બિન જાયદ રોડ પર ટ્રક સહિત 23 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત (UAE Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો અને ગુજરાતના 13 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.

UAE Accident: ગુજરાતના 13 વર્ષીય કિશોરનું મોત

આ અકસ્માતમાં ગુજરાતના 13 વર્ષીય આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરનું મોત થયું છે. આતિફ પરિવાર સાથે રજાઓ ગાળવા UAE ગયો હતો. અકસ્માત સમયે પરિવાર ભારત પરત ફરવા માટે ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યો હતો. આ દરમિયાન માર્ગમાં અકસ્માત સર્જાયો (Gujarati Boy Death) હતો.

આ દુર્ઘટનામાં આતિફનાં માતા-પિતા અને મોટી બહેન પણ ઈજાગ્રસ્ત થયાં છે. ત્રણેયની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત

અકસ્માતમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોની ઓળખ મોહમ્મદ અસ્મિલ, તેમની જુડવા બહેન મિસ્ના જુબીન અને ત્રણ વર્ષના ભાણેજ મોહમ્મદ ફૈયસ તરીકે થઈ (Kerala Family) છે.

30 લોકો ઈજાગ્રસ્ત, 7 ભારતીયો સારવાર હેઠળ

UAEના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા આપેલી માહિતી મુજબ, મૃતકોમાં 10 સ્થાનિક નાગરિકો અને ચાર ભારતીયોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 30 લોકોમાં UAEના 8, જોર્ડનના 2, ભારતના 7, પાકિસ્તાનના 2, ઇજિપ્તના 3, ઓમાનના 6 અને બ્રાઝિલના 2 નાગરિકો સામેલ છે.

દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Indian Embassy UAE)ના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્ત ભારતીયોની ખબરઅંતર પૂછી હતી. સાથે જ પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

અધિકારીઓની પ્રાથમિક તપાસ મુજબ, હાઇવે પર સમારકામ ચાલી રહ્યું હોવાથી જમણી બાજુની લેન બંધ હતી. આ દરમિયાન એક વાહન રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે અથડાયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, ત્યારબાદ પાછળથી બે શિપિંગ કન્ટેનર લઈને આવી રહેલા એક મોટા ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને આગળ ચાલી રહેલાં અનેક વાહનો સાથે ટક્કર થઈ હતી. આ દરમિયાન ટ્રક પણ પલટી ગયો હતો.

અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત: પિકઅપને ટ્રકે ફંગોળી, 7નાં મોત

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 6ના મોત, 40 ઘાયલ

આ પણ વાંચો: ગંગા એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 30 થી વધુ મુસાફરો ઘાયલ