દિલ્હી,
દિલ્હીમાં ઉપ-રાજ્યપાલના નિવાસ સ્થાને ઉપવાસ બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મામલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજનીવાસ પર કેજરીવાલને મળવાનો સમય માંગ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ટ્વીટ કરીને જણાવ્યુકે રાજ્યપાલે એમને કેજરીવાલને મળવાનો સમય આપ્યો નહતો. એમાંની એક ટ્વીટ કેજરીવાલે રીટ્વીટ કરીને પ્રધાનમંત્રી કાર્યાલય પર આરોપ લગાવતા લખ્યું કે મને નથી લાગતું કે માનનીય ઉપરાજ્યપાલ ખુદ આવો ફેસલો લઇ શકે, દેખીતું છે કે પ્રધાનમંત્રી કાર્યાલયના નિર્દેશ પર પર આવું કરવામાં આવી રહ્યું છે. બિલકુલ એવીજ રીતે જેમ પીએમઓના નિર્દેશ પર આઈએએસ અધિકારીઓ હડતાલ કરી રહ્યા છે. મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડુ સિવાય કેરળના સીએમ પીનરાયી વિજયન અને કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીએ પણ કેજરીવાલને મળવાની ઈચ્છા દર્શાવી હતી,અને બધાએ ઉપરાજ્યપાલને પત્ર લખીને દિલ્હી સીએમને મળવા માટે સમય માંગ્યો હતો.
I don’t think Hon’ble LG can take such a decision on his own. Obviously, PMO has directed him to refuse permission. Just like IAS strike is being done at PMO’s instance. https://t.co/hKEe99s8Fp
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 16, 2018
જણાવી દઈએ કે કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેબીનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ગયા સોમવારથી રાજનીવાસ પર ઉપવાસ પર બેઠા છે. આ બધાની માંગ છે કે ઉપરાજ્યપાલ આઈએએસ અધિકારીઓને હડતાલ ખતમ કરવા નિર્દેશ કરે જેથી દિલ્હી પ્રશાસન કામ કરી શકે. અનશન કરી રહેલા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે તેઓ હવે પાણી પીવાનું પણ બંધ કરી દેશે. સીસોદીયાનું કહેવાનું છે કે આઈએએસ અધિકારીઓએ ઉપરાજ્યપાલના કહેવા પર કામ કરવાનું બંધ કર્યું છે. ઉપરાજ્યપાલને પ્રધાનમંત્રી મોદી તરફથી દિલ્હી સરકારને નિષ્ફળ સાબિત કરવાના નિર્દેશ મળ્યા છે.
Kerala CM P Vijayan, Karnataka CM HD Kumaraswamy, Andhra CM N Chandrababu Naidu & WB CM Mamata Banerjee write to Lieutenant Guv Anil Baijal, write 'Would like to make representation to you with respect to issues concerning Delhi CM'. They've sought an appointment for 9 pm today. pic.twitter.com/e4qITNH6oB
— ANI (@ANI) June 16, 2018
આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલ આવાસ પર ઉપવાસ પર બેઠેલા મુખ્યમંત્રી કેજરીવાલ અને મંત્રીઓ ઉપર ધ્યાન ના આપવાના વિરોધમાં રવિવારે(17 જુન) પ્રધાનમંત્રી આવાસ સુધી માર્ચ કાઢવાની ચેતવણી આપી છે. આપના પ્રવક્તા પંકજ ગુપ્તાએ શનિવારે જણાવ્યું કે દિલ્હી એક એવું વિશાળ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે, જેવું અમે પહેલા કર્યું હતું.
